Home /News /entertainment /Pathaan Trailer Leaked: રિલીઝ પહેલા જ લીક થઇ ગયું પઠાણનું ટ્રેલર, જોઇ લો શાહરૂખ ખાનની જબરદસ્ત એક્શન
Pathaan Trailer Leaked: રિલીઝ પહેલા જ લીક થઇ ગયું પઠાણનું ટ્રેલર, જોઇ લો શાહરૂખ ખાનની જબરદસ્ત એક્શન
લીક થયું પઠાણનું ટ્રેલર
Pathaan Trailer: સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા જ તે ઓનલાઇન લીક થઇ ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શાહરૂખ ખાનની (Shah Rukh Khan)મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પઠાણ'(Pathaan) જલ્દી જ થિયેટર્સમાં રિલીઝ થવા જઇ રહી છે. તે સાથે જ ફેન્સની એક્સાઇટમેન્ટ સાતમા આસમાને છે. સૌકોઇ ફિલ્મની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે. આખરે કિંગ ખાન પૂરા 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે.
બીજી બાજુ ફિલ્મને લઇને જબરદસ્ત વિવાદ (Pathaan Controversy) પણ છેડાઇ ગયો છે. આ બધા વચ્ચે પઠાણનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા જ ઓનલાઇન લીક થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે શું છે આ વીડિયોની હકીકત...
કિંગ ખાનની આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મના પહેલા સોન્ગ બેશરમ રંગમાં દીપિકા પાદુકોણની ભગવા રંગની બિકીનીએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ સિવાય સોન્ગ પર ટ્યુન ચોરીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
આ બધાની વચ્ચે 'પઠાણ'ના ટ્રેલરના ઓનલાઈન લીકના સમાચારે ફરી એકવાર આ ફિલ્મને ચર્ચામાં લાવી દીધી છે. ટ્વિટર પર કિંગ ખાન સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને 'પઠાણ'નું ટ્રેલર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ કેવી રીતે જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. જોકે, શું તે ખરેખર પઠાણનું ટ્રેલર છે? જવાબ છે 'ના'. હકીકતમાં, હાલમાં જે ક્લિપને ફિલ્મના ટ્રેલર તરીકે વર્ણવવામાં આવી રહી છે, તે હકીકતમાં સોફ્ટ ડ્રિંકની જાહેરાતનો એક ભાગ છે. શાહરૂખના ફેન્સને પણ આ વાત સમજવામાં સમય ન લાગ્યો અને એક પછી એક ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં હકીકત જણાવી.
જો આપણે ફિલ્મ વિશે વાત કરીએ તો, સિદ્ધાર્થ આનંદ દ્વારા ડાયરેક્ટેડ 'પઠાણ' હિન્દી, તમિલ અને તેલુગુમાં 25 જાન્યુઆરી, 2023 ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ અને દીપિકા પાદુકોણ સિવાય જોન અબ્રાહમ (John Abraham) પણ જોવા મળશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર