Home /News /entertainment /બૂમ! થીએટર ફોડી નાખે એવું પઠાણનું ટ્રેલર રીલીઝ, શાહરુખના બર્થ ડે પર ફેન્સને ગિફ્ટ, જુઓ VIDEO
બૂમ! થીએટર ફોડી નાખે એવું પઠાણનું ટ્રેલર રીલીઝ, શાહરુખના બર્થ ડે પર ફેન્સને ગિફ્ટ, જુઓ VIDEO
pathan trailer
Pathan teaser Release: અપની ખુરશીકી પેટી બાંધ લે! આ રહા હૈ પઠાણ! શાહરુખ ખાનના બર્થ ડે પર ફેન્સ માટે ગિફ્ટ, દીપિકાની હોટનેસ અને જોહ્નની એક્શન, શાહરુખનો સૌથી અનોખો અંદાજ, જુઓ આ VIDEO
લાંબી રાહ જોયા બાદ આખરે શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ પઠાણનું ટીઝર રિલીઝ થયું છે. જેને જોયા બાદ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. 4 વર્ષનો લાંબો બ્રેક લીધા બાદ કિંગ ખાન આ ફિલ્મ દ્વારા જોરદાર કમબેક કરી રહ્યો છે. પઠાણનું ટીઝર એકદમ જોરદાર લાગી રહ્યું છે.
આ ફિલ્મનું VFX ઘણું સારું લાગી રહ્યું છે. ટીઝરની પાછળ બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલું પઠાણનું ગીત ખૂબ જ રોમાંચક લાગી રહ્યું છે. જે પઠાણના ટીઝરને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. સિદ્ધાર્થ આ પહેલા બેંગ બેંગ જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે.
પઠાણ ઘણી રીતે ખૂબ જ ખાસ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ગ્રે શેડમાં જોવા મળશે. આ સાથે જ વર્ષો બાદ આ ફિલ્મમાં શાહરૂખ અને દીપિકાની જોડી જોવા મળશે.
ટ્રેલરની શરૂઆત એક મહિલાના અવાજથી થાય છે, આ અવાજ ડિમ્પલ કાપડિયાનો હોય તેવું લાગે છે. વોઇસઓવરમાં કહે છે કે, "પઠાણને તેના છેલ્લા મિશનમાં દુશ્મનોએ પકડ્યો હતો અને ટોર્ચર કરાયો હતો. પરંતુ પઠાણને એટલી સરળતાથી મારી શકાય નહીં."
ત્યારબાદ ફાઇટ સિન જોવા મળે છે અને પઠાણ કેદ તોડી બહાર નીકળે છે. ત્યાર બાદ દીપિકા પાદુકોણ જોવા મળે છે. તેને પઠાણ સાથે રોમાન્સ સાથે એક્શન કરતી પણ જોઈ શકાય છે. બીજી તરફ જ્હોન અબ્રાહમ ટ્રક, સ્નો મોબાઇલ, ફાઇટર પ્લેન, ટેન્ક, બાઇક પર એક્શનમાં જોવા મળે છે. આ ટ્રેલર એક્શન, રોમાન્સ અને ઘણા વિસ્ફોટોથી ભરેલું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સત્તાવાર જાહેરાત પહેલા જ કેટલાક વિશ્વસનીય મીડિયા પ્લેટફોર્મ પરથી ચાહકોને આ ફિલ્મ વિશે સતત અપડેટ્સ મળ્યા હતા. અંતે લાંબી રાહ જોયા પછી ટીઝરના લોન્ચિંગનો દિવસ આવ્યો હતો. શાહરુખ ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ત્યારે યશ રાજ ફિલ્મ્સ 25 જાન્યુઆરીએ આ ફિલ્મની ગ્રાન્ડ રીલિઝને ધ્યાનમાં રાખીને પઠાણનું એક્શનથી ભરપૂર ટીઝર રજૂ કર્યું હતું.
કિંગ ખાનના આગામી પ્રોજેક્ટ્સ
પઠાણ ઉપરાંત શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ 'ડંકી'માં તાપસી પન્નુ સાથે અને સાઉથના ડિરેક્ટર એટલીની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન'માં સાઉથના અભિનેતા નયનતારાની સામે જોવા મળશે. જવાન 2 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. દીપિકા આ ફિલ્મમાં કેમિયો કરતી જોવા મળશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર