PATHAAN Teaser : પઠાન ટીઝર આઉટ, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે મોટા પડદા પર, રિલીઝ ડેટ પણ જાહેર
PATHAAN Teaser : પઠાન ટીઝર આઉટ, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે મોટા પડદા પર, રિલીઝ ડેટ પણ જાહેર
પઠાન ટીઝર રિલીઝ - પઠાન ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
પઠાન ફિલ્મ (Pathaan Film) ની પહેલી ઝલકમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમે (John Abraham) દર્શકોને બતાવી. શાહરૂખ ખાન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'માં મોટા પડદા પર જોવા મળ્યો હતો
PATHAAN Teaser: શાહરૂખ ખાને (Shah Rukh Khan) આખરે તેની કમબેક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી તેના ફેન્સ કિંગ ખાન (King Khan) ને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની નવી ફિલ્મ 'પઠાણ' ની રિલીઝ ડેટ (Pathaan Release Date) સાથે થોડા સમય પહેલા તેનું ટીઝર (PATHAAN Teaser out) સામે આવ્યું છે. પઠાન ફિલ્મ (Pathaan Film) ની પહેલી ઝલકમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમે (John Abraham) દર્શકોને બતાવી છે. નિર્દેશક સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં દીપિકા અને જ્હોન પણ જોવા મળશે.
એક્શન-થ્રિલર ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ ખાન (Shahrukh Khan Pathaan) જાસૂસ તરીકે જોવા મળશે. આ ટીઝરને રિલીઝ કરતા શાહરૂખે લખ્યું છે કે, 'મને ખબર છે કે આમાં થોડો મોડો થયો છે... પરંતુ તારીખ યાદ રાખો.. પઠાણનો સમય હવે શરૂ થાય છે. 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં મળીશું.
આ ટીઝરમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ 'પઠાણ'ના પાત્રની ઝલક આપતા જોવા મળે છે. આ ટીઝરથી સ્પષ્ટ છે કે, શાહરૂખ તેની આગામી ફિલ્મમાં લાંબા વાળ સાથે શાનદાર લુકમાં જોવા મળશે. ટીઝરમાં જ્હોન કહે છે, 'આપણા દેશમાં આપણે આપણા ધર્મ કે જાતિના નામ રાખીએ છીએ, પરંતુ તેની પાસે આમાંથી કોઈ નામ નહોતું.' ત્યારે દીપિકા કહે છે, 'તેની પાસે તો નામ રાખવાવાળુ પણકોઈ ન હતુ. જો કંઈ હતું, તો બસ આ એક જ દેશ… ભારત.” પછી શાહરૂખ ખાનનો અવાજ આવે છે, ‘તેથી તેણે પોતાના દેશને જ પોતાનો ધર્મ સ્વીકાર્યો અને તેની રક્ષા કરવાનું પોતાનું કર્મ માન્યું. પરંતુ જેનું નામ નથી હોતુ, તેમનું નામકરણ તેના સાથીઓ કરી દે છે. હવે આ નામ કેમ પડ્યું, તેના માટે થોડી રાહ જુઓ, જલ્દી મળીશું, પઠાણ તરફથી...'
શાહરૂખ ખાન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ વધારે કમાલ કરી શકી ન હતી. ત્યારથી, તેના ફેન્સ મોટા પડદા પર તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ, દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગહેરાઈયાં' તાજેતરમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. દીપિકાએ પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી જ કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર