Home /News /entertainment /Pathaan Day 4 Worldwide: ફક્ત ચાર દિવસમાં 400 કરોડની કમાણી, દરરોજ 100 કરોડનો જંપ લઈ રહી છે ફિલ્મ
Pathaan Day 4 Worldwide: ફક્ત ચાર દિવસમાં 400 કરોડની કમાણી, દરરોજ 100 કરોડનો જંપ લઈ રહી છે ફિલ્મ
પઠાન ફિલ્મનું વર્લ્ડવાઈડનું કલેક્શન
આપને જણાવી દઈએ કે, ફિલ્મે ત્રણ દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન 313 કરોડ હતું. રફ્તાર એવી રહી છે કે, આ ફિલ્મ દરરોજ 100 કરોડ રૂપિયાનો જંપ લઈ રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની રફત્રા જબરદસ્ત રહી છે.
Pathaan Worldwide Collection Day 4: શાહરુખ ખાનની ફિલ્મ પઠાન (Pathaan) નું બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન થઈ રહ્યું છે. થિએટર્સમાં શોઝ હજૂ પણ હાઉસફુલ થઈ રહ્યા છે અને પઠાન ભારત સહિત અન્ય દેશોમાં પણ રેકોર્ડ બિઝનેસ કરી રહી છે. રિલીઝ ડે પર જ 57 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને શાહરુખ ખાનની ફિલ્મે એ લોકોના મોં પર તમાચો મારી દીધો હતો જે એવું કહેતા હતા કે, શાહરુખ ખાનનું સ્ટારડમ હવે ખતમ થઈ ગયું છે.
પઠાનનું ચોથા દિવસનું કલેક્શન
દીપિકા પાદુકોણ, જોન અબ્રાહ્મ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મે ત્રણ દિવસમાં 313 કરોડ 1 લાખ રૂપિયાનો વર્લ્ડવાઈડ બિઝનેસ કર્યો હતો અને માનવામાં આવતું હતું કે, વીકેન્ડ હોવાના કારણે ચોથા દિવસે પણ આ ફિલ્મમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે. અને થયું પણ એવું. ચોથા દિવસે બિઝનેસ સીધો 100 કરોડને પાર થયો અને આંકડો 4 દિવસમાં ટોટલ બિઝનેસ 400 કરોડથી વધારે થઈ ચુક્યો છે.
‘PATHAAN’: ₹ 313 CR WORLDWIDE *GROSS* IN 3 DAYS… #Pathaan is the FASTEST #Hindi film to breach ₹ 300 cr mark [GROSS] in *3 days*…
કારણ કે થિએટર્સમાં હજૂ પણ ફુટફોલ બહુત હાઈ છે અને લોકો હજૂ પણ આ ફિલ્મ જોવા માટે આવી રહ્યા છે. તો એવું માનવામાં આવી રહ્યું છે કે, કમ સે કમ આગામી 10 દિવસ સુધી તેની આંધી ધીમી પડશે નહીં. પઠાનના બિઝનેસને લઈને અર્લી એસ્ટિમેટ્સનું માનીએ તો, પઠાન ચાર દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 414થી 425 કરોડ રૂપિયાની વચ્ચે રહેશે. જો કે, સત્તાવાર રીતે આંકડા સામે આવ્યા નથી.
આપને જણાવી દઈએ કે, ફિલ્મે ત્રણ દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન 313 કરોડ હતું. રફ્તાર એવી રહી છે કે, આ ફિલ્મ દરરોજ 100 કરોડ રૂપિયાનો જંપ લઈ રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની રફત્રા જબરદસ્ત રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, શાહરુખ ખાનની લાંબા સમય બાદ બોક્સ ઓફિસ પર વાપસી થઈ છે અને પોતાના વિરોધીઓને બતાવી દીધું છે કે, ફિલ્મમાં હજૂ પણ જોર બાકી છે. થિએટર્સમાંથી આવી રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ફેન્સમાં શાહરુખ પ્રત્યે ગજબની દિવાનગી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર