Home /News /entertainment /Pathaan Trailer Out: શાહરૂખના દમદાર એક્શનથી થઇ જશો ઇમ્પ્રેસ, દીપિકા-જોન પણ છવાયા
Pathaan Trailer Out: શાહરૂખના દમદાર એક્શનથી થઇ જશો ઇમ્પ્રેસ, દીપિકા-જોન પણ છવાયા
Pathaan Trailer Launch: લાંબા સમયથી શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ફેન્સ 'પઠાણ'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં. આખરે યશરાજ ફિલ્મ્સે (Yashraj Films) ટ્રેલર રિલીઝ કરી લીધું છે. ફિલ્મમાં જ્યાં શાહરૂખ છવાઇ ગયો છે ત્યાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) પણ ઇમ્પ્રેસ કરી રહ્યાં છે.
Pathaan Trailer Launch: લાંબા સમયથી શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ફેન્સ 'પઠાણ'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં. આખરે યશરાજ ફિલ્મ્સે (Yashraj Films) ટ્રેલર રિલીઝ કરી લીધું છે. ફિલ્મમાં જ્યાં શાહરૂખ છવાઇ ગયો છે ત્યાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) પણ ઇમ્પ્રેસ કરી રહ્યાં છે.
Pathaan Trailer : વર્ષ 2023ની શરૂઆતમાં સૌથી મોટી બોલીવુડ મૂવી રિલીઝ થવા જઇ રહી હોય તો તે છે પઠાણ. યશરાદ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ શાહરૂખ ખાન કમબેક કરી રહ્યો છે. આ કારણ છે કે ફિલ્મના ટ્રેલરને લઇને ફેન્સ વચ્ચે ભારે એક્સાઇટમેન્ટ હતું.
જ્યારથી મેકર્સ તરફથી આ જાણકારી આપવામાં આવી હતી કે ટ્રેલર 10 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે રિલીઝ થશે, ત્યારથી જ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. જેવુ મેકર્સે ટ્રેલર રિલીઝ કર્યુ, તે ટોકિંગ પોઇન્ટ બની ગયું અને સોશિયલ મીડિયા પર ધડાધડ શેર થવા લાગ્યું.
ટ્રેલરમાં સેન્ટર ઓફ અટ્રેક્શન કોઇ હોય તો તે છે શાહરૂખ ખાન. આખા ટ્રેલરમાં શાહરૂખ જ છવાયેલો છે. તેવામાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. દીપિકા પોતાના ગ્લેમ લુકથી જોન પોતાના ટફ લુકથી ઇમ્પ્રેસ કરી રહ્યાં છે. ફિલ્મ 25 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના આગલા દિવસે રિલીઝ થશે.
" isDesktop="true" id="1317137" >
પઠાણના ટ્રેલરમાં જોવા મળશે ફુલ ઓન એક્શન
ફિલ્મ 'પઠાણ'ના આખા ટ્રેલરમાં ફુલ ઓન એક્શન જોવા મળ્યુ. ફિલ્મના વીએફએક્સ પર પણ ઘણુ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ખાસ રીતે હવાઇ એક્શન પર ફોકસ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સ્ટંટ સીન આકર્ષિત કરી રહ્યાં છે. આ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણાનો અંદાજ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
જણાવી દઇએ કે ફિલ્મ 'પઠાણ' પાછલા થોડા સમયથી વિવાદોમાં સંપડાયેલી છે. જ્યારે ફિલ્મનું પહેલું સોન્ગ 'બેશરમ રંગ' રિલીઝ થયું તો તે ભગવા બિકીનીના કારણે વિવાદોમાં ઘેરાઇ ગયું હતું. ઘણી જગ્યાઓએ ફિલ્મ બોયકોટ કરવાની માંગ ઉઠી હતી જે હજુ પણ યથાવત છે.
સોન્ગ પર સેન્સરની કાતર પણ ફરી ગઇ છે. બીજી બાજુ શાહરૂખના ફેન્સ વચ્ચે ફિલ્મને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેઓ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યાં છે. આ વર્ષે શાહરૂખની ત્રણ બિગ બજેટ ફિલ્મો રિલીઝ થઇ રહી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર