Union
Budget 2023

Highlights

Home /News /entertainment /Pathaan Review : 'બ્લોકબસ્ટર' છે પઠાણ, શાહરૂખની ધમાકેદાર એન્ટ્રીથી લઇને સલમાનનો દમદાર કેમિયો

Pathaan Review : 'બ્લોકબસ્ટર' છે પઠાણ, શાહરૂખની ધમાકેદાર એન્ટ્રીથી લઇને સલમાનનો દમદાર કેમિયો

કિંગ ખાન આ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે.

Pathaan Movie Review : શાહરૂખ ખાને સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાણથી ધમાકેદાર વાપસી કરી છે. દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ, ડિંપલ કપાડિયા અને આશુતોષ રાણા પણ આઇઆરએફની સ્પાઇ યુનિવર્સનો હિસ્સો છે. સલમાન ખાને પણ ફિલ્મમાં કેમિયો કર્યો છે.

  બોલીવુડનો કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) ફિલ્મ 'પઠાણ' સાથે 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઇટેડ છે કારણ કે કિંગ ખાન આ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) પર લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સોલ્જરના રોલમાં છે. 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ' જોવા માટે સવારથી જ થિયેટર્સની બહાર શાહરૂખના ફેન્સની ભીડ જોવા મળી રહી છે. ચાલો જાણીએ કે ફેન્સને આ ફિલ્મ કેવી લાગી છે અને ટ્વિટર પર ફિલ્મને લઇને ફેન્સના શું રિએક્શન છે.

  ફેન્સના રિએક્શન


  ટ્વિટર પર, ઘણા દર્શકોએ મૂવી થિયેટરમાંથી રેકોર્ડ કરેલી મૂવીની ક્લિપ્સ શેર કરી છે જેમાં લોકો SRK માટે એક્સાઇટેડ છે. ઘણા લોકો ફિલ્મમાં સલમાન ખાનના "10-મિનિટ કેમિયો" અને ફિલ્મમાં જ્હોન અબ્રાહમની એક્ટિંગ માટે એટલા જ એક્સાઇટેડ છે.

  આ પણ વાંચો :  Pathaan : આ વેબસાઇટ્સ પર 'લીક' થઇ ગઇ શાહરૂખ ખાનની પઠાણ, મેકર્સે ફેન્સને કરી આ અપીલ

  જેવી કે આશા હતી શાહરૂખ ખાનને ઓડિયન્સ તરફથી શાનદાર રિવ્યુ મળી રહ્યા છે. જેમણે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ જોયો છે તેવા લોકો સોશિયલ મીડિયા પર રિવ્યુ આપતા સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મને 'વિઝ્યુઅલ ડિલાઇટ' કહી રહ્યાં છે. જે રીતે લોકો સોશિયલ મીડિયા પર પઠાણના રિવ્યૂ આપી રહ્યાં છે તે જોઇને લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ જરૂર બનાવશે.

  પઠાણને ફેન્સ આપી રહ્યા છે આટલા સ્ટાર્સ


  ફિલ્મ પઠાણ જોયા બાદ થિયેટરથી બહાર આવેલા ફેન્સ ફિલ્મને ચાર અને પાંચ સ્ટાર્સ આપી રહ્યાં છે. ફેન્સ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની આ ફિલ્મને સુપરહિટ કહી રહ્યાં છે. સવારે સાત વાગ્યાનો શો જોનારા દર્શકોએ ફિલ્મને બ્લોકબસ્ટર કહી છે.

  મનોરંજનથી ભરપૂર છે પઠાણ


  પઠાણ બે આઇડિયોલોજીની સ્ટોરી છે. એક RAW એજન્ટ દેશ માટે સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છે અને પોતાના જ દેશની વિરુદ્ધ જઈને દેશના દુશ્મનો સાથે હાથ મિલાવે છે. બંને વચ્ચેની સ્ટોરી એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર છે, પરંતુ કેટલાક એક્શન સીન્સ રિયાલીટી કરતા ડ્રામા વધુ હોય તેવું લાગે છે.

  આતંકવાદીઓ સાથે મળીને લડતા જોવા મળ્યા 'પઠાણ' અને 'ટાઈગર'


  'પઠાણ'માં સલમાન ખાન 10 મિનિટનો કેમિયો છે. સિનેમા હોલમાં બેઠેલા દર્શકોમાં ઘણા લોકોએ ટ્વિટર પર સલમાનના આ કેમિયોની ઝલક જોઈ છે. સલમાન ફિલ્મમાં ટાઈગરના રોલમાં છે અને 'પઠાણ'ને આતંકવાદીઓના ચુંગાલમાંથી બચાવતો જોવા મળે છે. બંને એક સાથે એક્શન અને લડાઈ કરી રહ્યા છે. પાછળથી ઓડિયન્સ સીટીઓ અને ચીયર્સના અવાજ આવી રહ્યા છે.

  'પઠાણ'ની સ્ક્રિનિંગ વખતે 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર રીલિઝ


  શાહરૂખ ખાનની 'પઠાણ'ની સ્ક્રીનિંગ વખતે સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું. દર્શકોએ ટ્વિટર પર આ ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં સલમાનનું જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. ટીઝરમાં સલમાન અને પૂજા હેગડે વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.


  એડવાન્સ બુકિંગમાં 5.56 લાખ ટિકિટ વેચાઇ


  શાહરૂખ ખાનની પઠાણ એડવાન્સ બુકિંગમાં 5.56 લાખ ટિકિટ વેચનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. આ ટિકિટો માત્ર પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ જેવા નેશનલ ચેઈન મલ્ટિપ્લેક્સ માટે છે. જોકે, હિન્દી ડબ વર્ઝનમાં 'બાહુબલી 2' ટોપ પર છે. 'બાહુબલી 2'ના એડવાન્સ બુકિંગમાં 6.50 લાખનું વેચાણ થયું હતું. જ્યારે 'KGF 2' માટે 5.15 લાખ એડવાન્સ ટિકિટ બુકિંગ કરવામાં આવી હતી.

  'પઠાણ'નું બજેટ 250 કરોડ


  તમને જણાવી દઈએ કે 'પઠાણ' યશ રાજ ફિલ્મ્સની બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મ 250 કરોડમાં બની છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જ્યારે દીપિકા પાદુકોણને આ ફિલ્મ માટે 15 કરોડ અને જોન અબ્રાહમને 20 કરોડ મળ્યા હતા. તે જ સમયે, સલમાન ખાનનો કેમિયો છે. મેકર્સે સલમાનને મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ તેણે તે લેવાનો ઇનકાર કર્યો હતો.

  'પઠાણ'ના મેકર્સ પાઈરેસીને લઈને દર્શકોને અપીલ કરી


  'પઠાણ'ની પાયરસી રોકવા માટે તેના મેકર્સે કડક પગલું ભર્યું છે. મેકર્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના સ્પોઇલર્સ કે વીડિયો શેર ન કરે. આ સિવાય તેમણે પોતાનું ઈમેલ આઈડી જાહેર કર્યું છે, જેના પર લોકોને પાઈરેસીની ફરિયાદો આપવા માટે કહેવામાં આવ્યું છે.

  રિલીઝ પહેલા 'પઠાણ' ઓનલાઈન લીક થઈ ગઈ


  'પઠાણ'ની 5 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ. રિપોર્ટ અનુસાર, ફિલ્મિઝિલા અને ફિલ્મ4વેપ નામની સાઈટ પર 'પઠાણ' લીક થઈ છે. પઠાણ આ બંને સાઈટ પર 'કેમરિપ' અને 'પ્રી-ડીવીડી રિપ'ના નામથી છે.


  ભારતમાં શાહરૂખ ખાનની 'પઠાણ'ની 5200 સ્ક્રીનિંગ


  'પઠાણ' ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Actor salman khan, Deepika Padukone, Pathan, Shahrukh Khan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन