Jhoome Jo Pathaan Song:શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાન'નું પહેલુ સોન્ગ 'બેશર્મ રંગ' જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું બીજુ સોન્ગ પણ રિલીઝ થઇ ગયું છે. શાહરૂખ અને દીપિકા પર ફિલ્માવવામાં આવેલુ આ સોન્ગ 11 વાગે યશરાજના યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું.
શાહરૂખે શેર કર્યુ 'ઝૂમે જો પઠાન'નું પોસ્ટર
ગઇકાલે શાહરૂખ ખાને સોન્ગનો લુક શેર કર્યો હતો, જેમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન એકદમ બોલ્ડ અવતારમાં જોવા મળી રહ્યા છે. ફેન્સ બીજુ સોન્ગ જોવા માટે ઉત્સાહિત હતા ત્યાં ટ્રોલ્સ રાહ જોઇ રહ્યાં હતાં કે આ વખતે શું જોઇને શાહરૂખ-દીપિકાને ટ્રોલ કરી શકાશે.
ગઇકાલે શાહરૂખે પોસ્ટ શેર કરતા લખ્યું, ઝૂમે જો પઠાન...મેરી જાન...મહેફિલ હી લુટ જાયે! ધીરજ રાખો. શાહરૂખે આગળ લખ્યું- પઠાનની સાથે યશરાજના 50 વર્ષ સેલિબ્રેટ કરો 25 જાન્યુઆરીએ ફક્ત મોટા પડદા પર, ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઇ રહી છે.
" isDesktop="true" id="1305447" >
'પઠાન'નું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યુ છે અને ફિલ્મને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠર પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે જૉન અબ્રાહમ વિલનના રોલમાં જોવા મળશે.
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન 'પઠાન' સાથે ચોથી વાર એકસાથે કામ કરી રહ્યાં છે. દીપિકાએ પોતાનું બોલીવુડ ડેબ્યુ શાહરૂખ ખાન સાથે તેની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી કર્યુ હતુ. તે બાદ તે 'હેપ્પી ન્યૂ યર' અને 'ચેન્નઇ એક્સપ્રેસ'માં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી.
આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જો કે હવે જોવુ રહ્યું કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જોડી ફરી એકવાર કમાલ કરી શકે છે કે નહી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર