Home /News /entertainment /Pathaan : પઠાણ ફિલ્મની રિલીઝ પહેલાં જ સસ્પેન્સ પરથી ઊંચકાયો પડદો, જોન અબ્રાહમ નહીં આ છે અસલી વિલન
Pathaan : પઠાણ ફિલ્મની રિલીઝ પહેલાં જ સસ્પેન્સ પરથી ઊંચકાયો પડદો, જોન અબ્રાહમ નહીં આ છે અસલી વિલન
પઠાણમાં શાહરૂખ ખાન એક જાસૂસનો રોલ કરી રહ્યો છે.
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને ફિલ્મ આ મહિને રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મના ક્લાઈમેક્સ (Pathaan Climax) સાથે જોડાયેલી રસપ્રદ ડિટેલ્સ જાહેર થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ચાલુ વર્ષે બોલિવૂડમાં ઘણી મોટી ફિલ્મો જોવા મળશે. ગત વર્ષ નબળું જતાં આ વર્ષે ઇન્ડસ્ટ્રીને મોટી અપેક્ષા છે. ઘણી ફિલ્મોના શૂટિંગ ચાલી રહ્યા છે, ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. ત્યારે તાજેતરમાં રીલીઝ થનારી શાહરૂખ ખાન (Shah Rukh Khan), દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જ્હોન અબ્રાહમ (John Abrahm)ની ફિલ્મ 'પઠાણ' (Pathaan) ચર્ચાનો વિષય બની છે.
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને ફિલ્મ આ મહિને રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મના ક્લાઈમેક્સ (Pathaan Climax) સાથે જોડાયેલી રસપ્રદ ડિટેલ્સ જાહેર થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પઠાણની સ્ટોરીની વાત કરીએ તો શાહરૂખ ખાન એક જાસૂસનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં તે ભારતને ખતરનાક આતંકવાદી હુમલાથી બચાવવાની કોશિશ કરી રહ્યો છે. ટ્રેલરમાં જોવા મળે છે કે શાહરુખને દેશને બચાવવાનું કામ મળ્યું છે. બીજી તરફ જ્હૉન અબ્રાહમ તબાહી લાવવા માંગે છે.
ટ્રેલરની વચ્ચે દીપિકા પણ જોવા મળી રહી છે. દીપિકા પોતાને સૈનિક ગણાવી રહી છે અને શાહરૂખને મદદ કરવાની ઓફર કરી રહી છે. આ સાથે જ ટ્રેલર જોયા બાદ આ ફિલ્મમાં લોકોનો રસ વધુ વધી ગયો છે અને ઘણાને દીપિકાના પાત્ર પર પણ શંકા જઈ રહી છે.
ટ્રેલરમાં દીપિકા ઘણા બધા કોસ્ચ્યુમ બદલતી પણ જોવા મળી રહી છે અને તેનો અલગ અંદાજ પણ ઈન્ટરનેટ પર ટ્રેડિંગ કરતો જોવા મળી રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'પઠાણ'માં જોનને વિલન તરીકે ભલે બતાવવામાં આવી રહ્યો હોય, પરંતુ દીપિકા ક્લાઈમેક્સમાં વિલન તરીકે ઉભરી આવશે. જો કે ક્લાઈમેક્સ વિશેની તમામ ચર્ચાઓ માત્ર અટકળો જ છે, મેકર્સે આવી કોઈ વાતની પુષ્ટિ કરી નથી. સત્ય શું છે? તે તો તમને ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. પઠાણ આગામી 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, બેશરમ રંગને લઈ ચાલી રહેલા વિવાદના કારણે પઠાણ ફિલ્મની રીલીઝ સરળ નહીં હોય. રીલીઝ પહેલા ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે, તેવો જ વિરોધ રીલીઝ બાદ પણ જોવા મળી શકે છે. જેના કારણે નિર્માતાઓ ચિંતીત હોવાનું ફલિત થાય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર