Home /News /entertainment /'પઠાણ'એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની ફિલ્મે બનાવ્યા આ 5 રેકોર્ડ
'પઠાણ'એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની ફિલ્મે બનાવ્યા આ 5 રેકોર્ડ
પઠાણએ બનાવ્યા આ 5 મોટા રેકોર્ડ
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જણાવ દઈએ કે, ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા છે, સાથે સાથે તેણે પાંચ રેકોર્ડ પણ બનાવ્યા છે.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ 'પઠાણ'એ બે દિવસમાં 219.6 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. ફિલ્મે બીજા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 70.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પઠાણે ભારતમાં પહેલા દિવસે 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેમાં હિન્દી વર્ઝન માટે રૂ. 55 કરોડ અને બાકીના વર્ઝન માટે રૂ. 2 કરોડ હતા. આ રીતે ફિલ્મે ભારતમાં 127.50 કરોડનો બિઝનેસ કર્યો છે.
યશ રાજ ફિલ્મ્સના CEO અક્ષય વિધાની 'પઠાણ' ફિલ્મ માટે કહે છે કે, 'એક ઉદ્યોગ તરીકે, અમે આજે ખૂબ જ ખુશ છીએ. પઠાણની સફળતામાંથી ઉભરી આવતી આ સૌથી મહત્વની લાગણી છે. યશરાજ ફિલ્મ્સના અમે બધા પઠાણ માટે મીડિયા, પ્રેક્ષકો અને ઉદ્યોગના અતુલ્ય સમર્થન માટે આભારી છીએ. ફિલ્મ પ્રત્યેના આ પ્રેમને કારણે જ પઠાણે હાલના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને નવા બનાવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમને આનંદ છે કે આ ફિલ્મે આટલી પ્રભાવશાળી રીતે દરેકનું મનોરંજન કર્યું છે. અમે આ ક્ષણ પઠાણની આખી ટીમ સાથે શેર કરીએ છીએ, જેમાં અમારા દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ, આપણા દેશના સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ અને તે દરેક વ્યક્તિ કે, જેમણે પઠાણને એક મોટી સફળતાની વાર્તા બનાવવા માટે અથાક મહેનત કરી છે. વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ અને શાહરુખના થિયેટરોમાં પાછા ફરવાની ઉજવણી છે.
'પઠાણ'એ બોક્સ ઓફિસ પર પાંચ રેકોર્ડ બનાવ્યા
1. પ્રથમ દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરનાર એકમાત્ર હિન્દી ફિલ્મ
2. એકમાત્ર હિન્દી ફિલ્મ જેણે તેના બીજા દિવસે 70 કરોડ રૂપિયાની કમાણી કરી