Home /News /entertainment /Pathaan Box Office Worldwide: 300 કરોડનો આંકડો પાર, પરંતુ ત્રીજા દિવસે ધીમી પડી 'પઠાન'ની રફ્તાર
Pathaan Box Office Worldwide: 300 કરોડનો આંકડો પાર, પરંતુ ત્રીજા દિવસે ધીમી પડી 'પઠાન'ની રફ્તાર
પઠાન ફિલ્મ...
Pathaan Box Office Worldwide Day 3: ભારતમાં 'પઠાને' 34થી 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે 'પઠાન' હજુ પણ આખી દુનિયામાં પ્રચલિત છે. ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાને માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનો જાદુ દુનિયાભરમાં ફેન્સના માથા પર ચઢીનો બોલી રહ્યો છે. આ ફિલ્મના રિલીઝ થયાને માત્ર ત્રણ દિવસ જ બાકી છે અને ઘણા બધા રેકોર્ડ્સ બની ગયા છે. હવે 'પઠાન'ની ત્રીજા દિવસની કમાણીની રિપોર્ટ પણ સામે આવી છે. જાણકારી મુજબ, ભારતમાં ભલે આ ફિલ્મનું કલેક્શન વધુ ન હોય, પરંતુ વર્લ્ડવાઇલ્સ કમાણીમાં બોક્સ ઓફિસ પર ડંકો વાગી રહ્યો છે.
પઠાને 300 કરોડનો આંકડો પાર કર્યો
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે 'પઠાન'એ ભારતમાં 34 થી 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નોન-હોલિડે માટે આ એક યોગ્ય કલેક્શન છે, પરંતુ શાહરુખની ફિલ્મે તેના પહેલા અને બીજા દિવસે જે રીતે કમાણી કરી છે તે જોતાં આ આંકડો ઘણો ઓછો છે. ઉપરાંત, 'પઠાન' 'દંગલ', 'બાહુબલી 2' અને 'KGF 2'ના ત્રીજા દિવસના કલેક્શનને મેચ કરવામાં નિષ્ફળ રહી છે.
પરંતુ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે દુનિયાભરમાં 'પઠાન' નો જલવો હજુ પણ કાયમ છે. ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાને માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે પઠાને વધુ એક રેકોર્ડમાં પોતાનું નામ લખાવ્યું છે. હવે વીકેન્ડ પર આ ફિલ્મનું કલેક્શન કઈ નવી ઊંચાઈઓને સ્પર્શે છે, તે જોવાનું રહેશે.
ફિલ્મે બીજા દિવસે કુલ 70.50 કરોડ રૂપિયા નેટ (ગ્રોસ- 82.94 કરોડ)ની કમાણી કરી છે. આ પ્રકારે માત્ર એક દિવસમાં 70 કરોડનું નેટ કલેક્શન કરનાર પહેલી હિંદી ફિલ્મ બની ગઈ છે. આ પ્રકારે આ ફિલ્મનું વિદેશી કલેક્શન પણ ખૂબ જ અવિશ્વસનીય રહ્યું છે, આ ફિલ્મે 30.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ પઠાને બીજા દિવસે પણ ઈતિહાસ રચી દીધો છે અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે પહેલા દિવસે હિંદી વર્ઝનમાં 55 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે તથા ડબ વર્ઝનમાં 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેથી આ ફિલ્મનું પહેલા દિવસનું નેટ કલેક્શન 57 કરોડ રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર