Home /News /entertainment /Pathaan : શાહરૂખની ફિલ્મે KGF 2-RRRને પછાડી, પહેલા જ દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ 'પઠાણ'
Pathaan : શાહરૂખની ફિલ્મે KGF 2-RRRને પછાડી, પહેલા જ દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ 'પઠાણ'
દર્શકો વચ્ચે પઠાણનો જોરદાર ક્રેઝ
શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની પઠાણ (Pathaan)ની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, જેનો 25 જાન્યુઆરીએ અંત આવ્યો છે. રિલીઝના પહેલા જ દિવસે કિંગ ખાનની ફિલ્મ કમાલ કરતી જોવા મળી. થિયેટરમાં દર્શકો વચ્ચે પઠાણનો ક્રેઝ જોવા મળ્યો. જ્યાં 'ઝૂમે જો પઠાન' સોન્ગ વાગતા જ આખુ થિયેટર ઝૂમી ઉઠ્યુ. ફેન્સ વચ્ચે પઠાણનો એવો ક્રેઝ છે કે અડધી રાતે પણ દર્શકો માટે શો રાખવામાં આવ્યા છે.
આખરે, શાહરૂખ ખાન સ્ટારર મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પઠાણ'એ (Shah Rukh Khan Pathaan) બુધવારે થિયેટર્સમાં દસ્તક આપી રહી છે. રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની ફિલ્મ ઘણા રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે અને હવે જ્યારે ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થઇ ગઇ છે તો શાહરૂખના ફેન્સની ખુશીનું ઠેકાણુ નથી. ફિલ્મ એક ભારતીય જાસૂસ (Pathaan Story)ની સ્ટોરી છે, જેને જોવા માટે થિયેટર્સની બહાર દર્શકોની ભીડ જામી છે.
શાહરૂખ ખાન ફિલ્મ માટે ખૂબ જ વાહવાહી લૂંટી રહ્યો છે. ત્યાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે પણ પોતાની એક્શનથી દર્શકોને ખુશ કરી દીધા છે. આ વચ્ચે પહેલા જ દિવસે પઠાણે બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી છે, ચાલો તમને જણાવીએ...
શરૂઆતથી જ દર્શકોમાં પઠાણને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો હતો. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો થયા હતા. ખાસ કરીને દીપિકા પાદુકોણની 'બિકીનીના રંગ'ને લઈને શરૂ થયેલો વિવાદ ફિલ્મની રિલીઝ ડેટ સુધી ચર્ચામાં રહ્યો હતો. પરંતુ, હવે શાહરૂખની પઠાણ રિલીઝ થયા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. ફિલ્મને માત્ર દર્શકો તરફથી જ નહીં પરંતુ ક્રિટિક્સ અને સેલિબ્રિટીઓ તરફથી પણ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ પહેલા જ દિવસે ઘણા મોટા રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે. એટલું જ નહીં પઠાણે બોક્સ ઓફિસ પર પણ ધમાકેદાર કમાણી કરી છે.
રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની પઠાણ પહેલા જ દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મનું પહેલા દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 100 કરોડની આસપાસ હતું. આ ફિલ્મે ભારતમાં 53.25 કરોડનું કલેક્શન કર્યું હતું. આમાં માત્ર ફિલ્મના હિન્દી વર્ઝને 51.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે, આ માત્ર ફિલ્મની કમાણીનો અર્લી ટ્રેન્ડ્સ છે, તેના ઓફિશિયલ આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
પઠાણની વાત કરીએ તો આ એક મસાલા સ્પાય થ્રિલર ફિલ્મ છે, જેમાં દર્શકોને એક્શન, ડાન્સ, જબરદસ્ત કોમેડી, ગ્લેમર અને રોમાન્સ જોવા મળશે. એટલે કે, ફિલ્મમાં બધું જ છે, જેને તમે એન્જોય કરશો. ફિલ્મના સૌથી શાનદાર અને સરપ્રાઇઝિંગ સીન્સમાંનો એક સલમાન ખાનનો કેમિયો છે, જે કોફીના ગ્લાસ સાથે ટાઇગર બનીને પઠાણને બચાવવા પહોંચે છે.
શાહરૂખ ખાને પઠાણમાં પોતાની એક્શન, અંદાજ અને એબ્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા, તો દીપિકાનો ગ્લેમરસ અંદાજ પણ દર્શકોને પસંદ પડી રહ્યો છે. વિલન હોવાના કારણે જ્હોન દર્શકોના દિલ-દિમાગ પર છવાયેલો છે. આ બધા સિવાય સલમાન ખાને પણ ટાઈગર તરીકે પોતાના કેમિયો સાથે ગણતરીની મિનિટોમાં જ તહેલકો મચાવ્યો હતો. એટલે કે શાહરૂખની આ ફિલ્મ સલમાન ખાનના ફેન્સ માટે પણ સરપ્રાઈઝ લઈને આવી હતી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર