Home /News /entertainment /Pathaan Box Office : બીજા દિવસે પણ પઠાણની છપ્પરફાડ કમાણી! વૈશ્વિક સ્તરે કર્યુ આટલા કરોડનું કલેક્શન
Pathaan Box Office : બીજા દિવસે પણ પઠાણની છપ્પરફાડ કમાણી! વૈશ્વિક સ્તરે કર્યુ આટલા કરોડનું કલેક્શન
પઠાન બોક્સ ઓફિસ કલેક્શન
Pathaan Box Office Collection: 'પઠાન'ની સફળતાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી જીવિત કરી દીધી છે. શાહરૂખ ખાનના ચાહકો માટે 'પઠાન'ની રિલીઝ કોઈ સેલિબ્રેશનથી ઓછી નથી. વાસ્તવમાં, 'પઠાન' એ બીજા દિવસે પણ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને લોકોને ચોંકાવી દીધા છે.
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’નું 2 દિવસનું કલેક્શન જોઈને કહી શકાય છે કે, આ ફિલ્મ સુપરહિટ છે. આ ફિલ્મે બીજા દિવસે કુલ 113.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે 219.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મ ‘પઠાને’ હિંદી માર્કેટમાં 68 કરોડ રૂપિયાની કમાણી કરી છે તથા આ ફિલ્મના ડબ વર્ઝને નેટ 2.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ફિલ્મે બીજા દિવસે કુલ 70.50 કરોડ રૂપિયા નેટ (ગ્રોસ- 82.94 કરોડ)ની કમાણી કરી છે. આ પ્રકારે માત્ર એક દિવસમાં 70 કરોડનું નેટ કલેક્શન કરનાર પહેલી હિંદી ફિલ્મ બની ગઈ છે. આ પ્રકારે આ ફિલ્મનું વિદેશી કલેક્શન પણ ખૂબ જ અવિશ્વસનીય રહ્યું છે, આ ફિલ્મે 30.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ પઠાને બીજા દિવસે પણ ઈતિહાસ રચી દીધો છે અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે પહેલા દિવસે હિંદી વર્ઝનમાં 55 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે તથા ડબ વર્ઝનમાં 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેથી આ ફિલ્મનું પહેલા દિવસનું નેટ કલેક્શન 57 કરોડ રૂપિયા છે.
યશરાજ ફિલ્મ્સના CEO અક્ષય વિધાની જણાવે છે કે, ‘એક ઈન્ડસ્ટ્રીના ભાગરૂપે આજે ઊજવણી કરવાનો દિવસ છે. ફિલ્મ પઠાનની સફળતાના કારણે આ શક્ય બન્યું છે. યશરાજ ફિલ્મ્સ મીડિયા, દર્શકો અને ઈન્ડસ્ટ્રીને સમર્થન આપનાર તમામ લોકોની આભારી છે. ફિલ્મ પ્રત્યે આપના પ્રેમને કારણે પઠાને તમામ રેકોર્ડ તોડી દીધા છે. અમે ખૂબ જ ખુશ છીએ કે, આ ફિલ્મ તમામ લોકોને પસંદ આવી છે.’ મહત્ત્વનું છે કે, આ ફિલ્મ ‘પઠાન’એ ‘વોર’ અને ‘કેજીએફ 2’ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.
અક્ષય વિધાની વધુમાં જણાવે છે કે, ‘ફિલ્મ પઠાનની પૂરી ટીમ સાથે અમે આ પળ મનાવી રહ્યા છીએ. જેમાં નિર્દેશક સિદ્ધાર્થ આનંદ, સુપરસ્ટાર શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ તથા આ ફિલ્મને સફળ બનાવનાર તમામ વ્યક્તિ શામેલ છે. સમગ્ર વિશ્વમાં શાહરૂખ ખાનના કમબેકની ઊજવણી કરવામાં આવી છે. ખૂબ જ ઉત્સાહ સાથે ફિલ્મ જોવી, તે અમારા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. એક ટીમ તરીકે અમે ખૂબ જ ખુશ છીએ અને આ ફિલ્મને સફળ બનાવવા માટે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ.’ શાહરૂખ ખાનની આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘ડંકી’ અને એટલી કુમારની ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાન જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર