Home /News /entertainment /Pathaan: આલિયા ભટ્ટે માતા અને બહેન સાથે જોઈ ‘પઠાન’, ફિલ્મના વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ

Pathaan: આલિયા ભટ્ટે માતા અને બહેન સાથે જોઈ ‘પઠાન’, ફિલ્મના વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ

આલિયા ભટ્ટ પઠાન

Pathaan Alia Bhatt: આલિયા ભટ્ટે એક દિવસ પહેલા તેની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે 'પઠાણ' જોઈ હતી. આ દરમિયાન તેની પુત્રી તેની સાથે જોવા મળી ન હતી. ફિલ્મ જોયા બાદ તેણે તે લોકોને જવાબ આપ્યો જે ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા.

વધુ જુઓ ...
સમગ્ર વિશ્વમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ (Pathaan)ની ઊજવણી કરવામાં આવી રહે છે. ઓડિયન્સ અને શાહરૂખ ખાનના ફેન્સ સિનેમાઘરના ફોટોઝ અને વિડીયોઝ શેર કરી રહ્યા છે. સેલેબ્સ પણ સિનેમાહોલમાં ફિલ્મ ‘પઠાન’ જોયા બાદ રિએક્શન આપી રહ્યા છે. ડિઅર જિંદગીમાં શાહરૂખ ખાનની કો-સ્ટાર આલિયા ભટ્ટે (Alia Bhatt) પણ પઠાન માટેની ખુશી વ્યક્ત કરી છે. આલિયા ભટ્ટ પોતાની મમ્મી અને બહેન સાથે ફિલ્મ ‘પઠાન’ જોઈ હતી અને ફિલ્મનું પોસ્ટર શેર કરીને ‘રિવ્યૂ’ પણ આપ્યો હતો.

આલિયા ભટ્ટે પોતાની મમ્મી સોની રાઝદાન (Soni Razadan) અને બહેન શાહીન ભટ્ટ સાથે સિનેમાઘરમાં પઠાન જોઈ હતી. આ દરમિયાન તેઓની સાથે આલિયા ભટ્ટની પુત્રી રાહા (Alia Bhatt Daughter Raha) જોવા મળી નહોતી. રણબીર કપૂર રાહાની ઘરે કેર કરી રહ્યા હશે. આલિયા ભટ્ટે ફિલ્મ જોયા બાદ શાહરૂખ ખાન માટે લાગણી વ્યક્ત કરી હતી.



જે લોકો ફિલ્મ ‘પઠાન’નો વિરોધ કરી રહ્યા હતા, તે લોકો પર આલિયા ભટ્ટે નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિલવાળા ઈમોજી સાથે ‘પઠાન’નું પોસ્ટર કરીને લખ્યું હતું કે, ‘પ્રેમની હંમેશા જીત થાય છે.’ આલિયાએ ફાયરવાળા ઈમોજી સાથે ‘વ્હોટ અ બ્લાસ્ટ’ એટલે કે, ખૂબ જ ધમાકેદાર ફિલ્મ છે તેવું લખ્યું હતું. આલિયાના મમ્મી સોની રાજદાને સિનેમાહોલની એક સેલ્ફી શેર કરી હતી.

આ પણ વાંચો: Pathaanના બહિષ્કાર સામે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની લાલ આંખ, કહ્યું- આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે



આલિયા ભટ્ટ અને સોની રાજદાવે સેલ્ફી લીઘી

આ સેલ્ફીમાં સોની રાજદાન શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળી રહી છે. તેમના હાથમાં પોપકોર્નના મગ જોવા મળી રહ્યા છે અને સેલ્ફી માટે પોઝ આપી રહ્યા છે. સોની રાજદાને દિલવાળા ઈમોજી સાથે આ ફોટો શેર કર્યો હતો અને ‘પઠાન’ લખ્યું હતું. આ ત્રણેયનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Pathaan Box Office : બીજા દિવસે પણ પઠાણની છપ્પરફાડ કમાણી! વૈશ્વિક સ્તરે કર્યુ આટલા કરોડનું કલેક્શન



‘પઠાન’નું બોક્સઓફિસ કલેક્શન

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’માં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિંપલ કાપડિયા અને આશુતોષ રાણા મુખ્ય પાત્ર ભજવતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો ધમાકેદાર કેમિયો છે. આ ફિલ્મે પહેલા જ દિવેસ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર બે દિવસમાં ભારતમાં 125 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.
First published:

Tags: Alia Bhatt, Bollywood Latest News, Pathaan, Shah Rukh Khan

विज्ञापन