Home /News /entertainment /Pathaan Advance Booking: 'પઠાન' સાથે ધમાકેદાર કમબેક માટે તૈયાર શાહરૂખ, વિદેશમાં બંપર એડવાન્સ બુકિંગથી તોડ્યો KGFનો રેકોર્ડ
Pathaan Advance Booking: 'પઠાન' સાથે ધમાકેદાર કમબેક માટે તૈયાર શાહરૂખ, વિદેશમાં બંપર એડવાન્સ બુકિંગથી તોડ્યો KGFનો રેકોર્ડ
પઠાને રિલીઝ પહેલા જ તોડ્યો KGFનો રેકોર્ડ
Pathaan Advance Booking: ભારતમાં પઠાનની એકવાન્સ બુકિંગ શરૂ થઇ નથી. પરંતુ વિદેશમાં જે રીતે બુકિંગ થઇ રહ્યું છે, તેના પરથી કહી શકાય કે પઠાનની ઓપનિંગ ખૂબ જ ધમાકેદાર રહેશે.શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આગામી 25 જાન્યુઆરીએ રીલીઝ થવા જઇ રહી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આગામી 25 જાન્યુઆરીએ રીલીઝ થવા જઇ રહી છે. નવેમ્બરમાં ફિલ્મનું પહેલું ટીઝર રીલીઝ થયું હતું, જેમાં શાહરૂખ ખાનનો એક્શન અવતાર જોવા મળ્યો હતો. જેને જોઇને તેના ફેન્સ પણ શાહરૂખના દિવાના થઇ ગયા હતા. જાન્યુઆરીની શરૂઆતમાં ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું. જેમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમના એક્શન અવતારને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં પઠાનની એકવાન્સ બુકિંગ શરૂ થઇ નથી. પરંતુ વિદેશમાં જે રીતે બુકિંગ થઇ રહ્યું છે, તેના પરથી કહી શકાય કે પઠાનની ઓપનિંગ ખૂબ જ ધમાકેદાર રહેશે.
જર્મનીમાં તોડ્યો KGF-2નો રેકોર્ડ
અહેવાલો અનુસાર, રોકિંગ સ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2એ જર્મનીમાં 144 હજાર યુરો (1.2 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. જ્યારે ગયા વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક 'પોન્નીયિન સેલ્વન-1' (પીએસ-1)નો જર્મનીમાં 155 હજાર યુરો (લગભગ 1.36 કરોડ રૂપિયા)નો બિઝનેસ થયો હતો. 'પઠાન'ના એડવાન્સ બુકિંગના અહેવાલો જણાવી રહ્યા છે કે શાહરૂખની આ ફિલ્મ એડવાન્સ બુકિંગથી જ જર્મનીમાં 150 હજાર યુરો (1.32 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે.
એટલે કે જર્મનીમાં કેજીએફ 2ના લાઇફટાઇમ કલેક્શન કરતાં પણ વધારે 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ થઇ ચૂક્યું છે. શાહરૂખની ફિલ્મ 'દિલવાલે' (2016)એ જર્મનીમાં પહેલા વીકેન્ડમાં 143 હજાર યૂરો (લગભગ 1.25 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો. એટલે કે જર્મનીમાં શાહરૂખ પોતાનો પાછલો રેકોર્ડ તોડવા જઇ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને યુએસમાં પણ બંપર બુકિંગ
શાહરૂખની ફિલ્મો માટે અમેરિકા એક મોટું બજાર રહ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં 'પઠાણ'ની લગભગ 23 હજાર ટિકિટ વેચાઈ છે. અહીં શાહરૂખની આ ફિલ્મે 10 દિવસ પહેલા એડવાન્સ બુકિંગથી 350 હજાર ડોલર (2.8 કરોડ રૂપિયા)ની કમાણી કરી લીધી છે. ભારતીય ફિલ્મોના સૌથી મોટા બજારોમાંના એક એવા ઓસ્ટ્રેલિયામાં 'પઠાણ'એ એડવાન્સ બુકિંગમાંથી લગભગ 80 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર (45 લાખ રૂપિયાથી વધુ) એકઠા કર્યા છે.
ઓવરસીઝ ગ્રોસ કલેક્શનના મામલે બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ 'સુલતાન' છે, જેણે 13.73 મિલિયન ડોલર (111 કરોડ રૂપિયા)નો બિઝનેસ કર્યો છે. જો 'પઠાન'નું ફર્સ્ટ વીકેન્ડ ઓવરસીઝ કલેક્શન આ રેકોર્ડને પાછળ છોડી દે તો શાહરૂખ માટે શાનદાર કમબેક થઈ શકે છે. આ લિસ્ટમાં શાહરૂખની 'દિલવાલે' છઠ્ઠા નંબર પર આવે છે, જેનું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન 8.52 મિલિયન ડોલર (69.25 કરોડ રૂપિયા) હતું.
બોલિવૂડ ફિલ્મોના ટોપ 5 ઓવરસીઝ વિકેન્ડ કલેક્શન આ પ્રમાણે છેઃ
આ તો થઇ ઓવરસીઝની વાત, જ્યારે ભારતમાં બુકિંગ શરૂ થશે ત્યાર શાહરૂખની ફિલ્મ તમામ રેકોર્ડ તોડી દે તો નવાઇ નહીં. પઠાનનું એડવાન્સ બુકિંગ હાલમાં જ યુએઈ (સંયુક્ત આરબ અમીરાત)માં શરૂ થયું છે, જે ભારતીય ફિલ્મોને સારા દર્શકો આપે છે. ન્યૂઝીલેન્ડ, કેનેડા જેવા દેશોના આંકડા ઉમેર્યા બાદ આ ફિલ્મ વિદેશી કમાણી માટે મોટી કમાણી કરશે એ નક્કી છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર