Home /News /entertainment /Pathaan Advance Booking: શાહરૂખના ફેન્સની આતુરતાનો અંત, આ તારીખથી શરૂ થશે 'પઠાણ'ની એડવાન્સ બુકિંગ
Pathaan Advance Booking: શાહરૂખના ફેન્સની આતુરતાનો અંત, આ તારીખથી શરૂ થશે 'પઠાણ'ની એડવાન્સ બુકિંગ
શાહરૂખ ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત
Pathaan Advance Booking: પઠાણની રાહ જોઈ રહેલા દર્શકોની આતુરતાનો ટૂંક સમયમાં અંત આવવા જઇ રહ્યો છે. કારણ કે ભારતમાં આ ફિલ્મનું બુકિંગ કઇ તારીખથી શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી છે.
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ 25 જાન્યુઆરીએ મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મ પઠાણ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વિદેશમાં ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ હજુ સુધી ભારતમાં આ ફિલ્મનું બુકિંગ શરૂ નથી થયું.
તેવામાં પઠાણ ફિલ્મની રાહ જોઈ રહેલા દર્શકોની આતુરતાનો ટૂંક સમયમાં અંત આવવા જઇ રહ્યો છે. કારણ કે ભારતમાં આ ફિલ્મનું બુકિંગ કઇ તારીખથી શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી છે.
ફિલ્મ પઠાણનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી એટલે કે રિલીઝના પાંચ દિવસ પહેલા શરૂ થશે. યશરાજ ફિલ્મ્સના વાઈસ પ્રેસિડેન્ટ રોહન મલ્હોત્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા આ માહિતી આપી છે. તેણે કહ્યું છે કે પઠાણ માટે એડવાન્સ બુકિંગ ભારતમાં 20 જાન્યુઆરીથી હિન્દી, તમિલ અને તેલુગુમાં સામાન્ય 2D એડિશન સાથે શરૂ થશે. આ ફિલ્મ IMAX, 4DX, D BOX અને ICE ફોર્મેટમાં પણ રિલીઝ થશે.
જણાવી દઇએ કે, શાહરૂખ ખાનની ફિલ્મને CBFC દ્વારા UA સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે જ સમયે, આ ફિલ્મ કુલ 146.16 મિનિટની એટલે કે 2 કલાક, 26 મિનિટ, 16 સેકન્ડની હશે. તાજેતરમાં જ ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં શાહરૂખ ખાનની શાનદાર એક્શન જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હશે. તે જ સમયે, ડિમ્પલ કાપડિયા, આશુતોષ રાણા અને ગૌતમ રોડે તેને સપોર્ટ કરશે. સલમાન ખાન ફિલ્મ પઠાણમાં કેમિયો રોલમાં જોવા મળશે.
બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર, દિલ્હી કોર્ટે મેકર્સને 20 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ CBFCને 10 માર્ચ સુધીમાં નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, કોર્ટે થિયેટર્સમાં રિલીઝ અંગે કોઈ નિર્દેશ આપ્યો નથી, કારણ કે ફિલ્મની રિલીઝ નજીક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ એપ્રિલમાં OTT પર આવશે, તેથી OTT વર્ઝનમાં તમામ ફેરફારો કરવા જરૂરી છે. તમને જણાવી દઈએ કે એક્શન-થ્રિલર 'પઠાણ'ને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને પઠાણ 25 જાન્યુઆરીએ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર