Home /News /entertainment /'તેણે મને ખૂબ માર્યો...' પઠાણની સફળતા દરમિયાન શાહરુખ ખાને આપ્યુ ચોંકાવનારુ નિવેદન
'તેણે મને ખૂબ માર્યો...' પઠાણની સફળતા દરમિયાન શાહરુખ ખાને આપ્યુ ચોંકાવનારુ નિવેદન
Photo- @iamsrk
બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હાલ ફિલ્મ પઠાણની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી દીધી છે. આ સાથે ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામ કરી લીધા છે.
મુંબઈઃ શાહરુખ ખાન હાલ તેની રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ'ની સફળતાથી ખૂબ જ ખુશ છે. ફિલ્મ રીલિઝ થઈ ત્યારથી તે સતત કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. અબજોની કમાણી વચ્ચે, ગઈકાલે સાંજે શાહરૂખ ખાન ફરી એકવાર ટ્વિટર પર આવ્યો અને હેશટેગ #AskSRK સેશન શરૂ કર્યું. આ દરમિયાન કિંગ ખાને ઘણા ચાહકોના સવાલોના જવાબ આપ્યા.
#AskSRK સેશન દરમિયાન ચાહકોએ કિંગ ખાનને ઘણા પ્રશ્નો પૂછ્યા. તે હજારો પ્રશ્નોમાંથી કેટલાક નસીબદાર ચાહકોના કિંગ ખાને જાતે જવાબ આપ્યા હતાં. એક ફેનએ સવાલ કર્યો, "પઠાણ કેવું લાગ્યુ જીમ સાથે અથડામણથી?" જેના પર કિંગ ખાને જવાબ આપ્યો, "જીમ ખૂબ જ સૉલિડ છે યાર...બહુ માર્યુ તેણે...ઉફ્ફ! સદનસીબે હું બચી ગયો."
જોન અને શાહરૂખ વચ્ચે જોરદાર લડાઈના દ્રશ્યો વાસ્તવમાં જોન અબ્રાહમે 'પઠાણ' ફિલ્મમાં જીમ નામના વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચે જબરદસ્ત લડાઈના દ્રશ્યો છે. ફિલ્મમાં બંને વચ્ચેના એક્શનના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. દરમિયાન શાહરૂખ ખાને પોતે સ્વીકાર્યું છે કે જીમે તેને ફિલ્મમાં ખૂબ માર્યો હતો.
એક ચાહકે શાહરૂખ ખાનના વખાણ કરતા કહ્યું કે તે ટાઈગરના ફેન તરીકે ગયો હતો પરંતુ પઠાણના ફેન તરીકે બહાર આવ્યો હતો. જેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું, "હું પણ ટાઈગરનો ફેન છું, ભાઈ... બસ મને તમારા દિલમાં તેની સાથે રાખો." નોધનીય છે કે 'પઠાણ' ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો છે. સલમાન થોડી મિનિટો માટે ફિલ્મમાં છે, પરંતુ ઘણા ચાહકોએ તે સિક્વન્સને બોલિવૂડની અત્યાર સુધીની શ્રેષ્ઠ સિક્વન્સ ગણાવી છે.
જણાવી દઈએ કે 'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે અને તેમાં દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર