Home /News /entertainment /

Kirk Douglas: આ હોલિવુડ સ્ટારે દાન કરી દીધા 444 કરોડ રૂપિયા, દીકરાને ફૂટી કોડી પણ ન આપી!

Kirk Douglas: આ હોલિવુડ સ્ટારે દાન કરી દીધા 444 કરોડ રૂપિયા, દીકરાને ફૂટી કોડી પણ ન આપી!

અન્ય દીકરા અને પત્નીને પણ કઈ ન આપ્યું

કર્કનો જન્મ 9 ડિસેમ્બર, 1916ના રોજ રશિયામાં થયો હતો. કર્કના માતા-પિતા યહૂદી હતા અને તેમને હોલિવુડના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને લેખક તરીકે યાદ કરવામાં આવે છે.

    હોલિવુડ (hollywood) સ્ટાર અને ત્રણ વખત ઓસ્કાર જીતી ચૂકેલા કર્ક ડગલસ (Kirk Douglas) નું મોત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ડગલસના મોત સમયે તેમની પાસે 444 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ હતી. પરંતુ તેમણે પોતાના પુત્ર માઈકલ ડગલસ(Michael kirk douglas)ને આ સંપત્તિ ન આપી અને દાન કરી દીધી. કર્કે માઈકલને કઈં પણ ન આપતા તમામ સંપત્તિ અલગ-અલગ સંસ્થાઓને દાન કરી દીધી.

    તમને જણાવી દઈએ કે, માત્ર માઈકલ જ નહીં પરંતુ કર્કે પરિવારના કોઈ પણ સભ્ય માટે કઈ પણ ના રાખ્યું. જોકે, હજુ 80 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે મામલે તેમની વસિયતમાં કોઈ વાત કરવામાં આવી નથી. આ રકમ કોની પાસે જશે, તેની જાહેરાત હજુ થવાની બાકી છે. કર્કે પોતાની વસીયતમાં લખ્યું છે કે, માઈકલ પહેલાથી જ હોલિવુડનો પ્રખ્યાત સ્ટાર છે અને તેની પાસે 300 કરોડ ડોલર (21,860 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે, એવામાં હું નથી સમજતો કે તેને પૈસાની જરૂરત છે.

    શું કહ્યું માઈકલ ડગલસે?
    બીજી બાજુ માઈકલ ડગલસે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના પિતાને યાદ કર્યા છે. આ પોસ્ટમાં માઈકલ લખે છે કે, દુનિયા માટે તે હોલિવુડની ગોલ્ડન એજના એક લીજેન્ડ એક્ટર હતા, તે એક માનવતાવાદી હતા, જે હંમેશા ન્યાયના પક્ષમાં રહ્યા છે.

    અન્ય દીકરા અને પત્નીને પણ કઈ ન આપ્યું
    માઈકલ સિવાય કર્કના પરિવારમાં તેમની બીજી પત્ની એની અને બે અન્ય પુત્ર જોએલ અને પીટર પણ છે. જોકે, વસીયત અનુસાર, તેમાંથી પણ કોઈને સંપત્તિ આપવામાં આવી નથી. કર્કનું નિધન 103 વર્ષની આયુમાં થયો અને તેમને મોટા દાનવીર અને સારા માણસ માનવામાં આવતા હતા.

    જે લોકોને દાન મળ્યું, તેમાં સેન્ટ લોરેન્સ યુનિવર્સિટી છે. ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટીની અલ્પસંખ્યક, વંચિત અને શોશિત વર્ગના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે આપવામાં આવ્યા છે. આ સિવાય કર્ક અને એની ડગલસ ચાઈલ્ડહુડ સેન્ટર, સિનાઈ મંદિર, કલ્વર સિટીનું કર્ક ડગલસ થિએટર અને લોસ અન્જિલ્સમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ દાનની રકમ આપવામાં આવી છે. કર્કનો જન્મ 9 ડિસેમ્બર, 1916ના રોજ રશિયામાં થયો હતો. કર્કના માતા-પિતા યહૂદી હતા અને તેમને હોલિવુડના પ્રખ્યાત અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને લેખક તરીકે યાદ કરવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Passing

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन