કસોટી ઝિંદગી કે-2નો અનુરાગ કોરોના પોઝિટિવ આવ્યો, થયો સેલ્ફ કોરેન્ટીન

News18 Gujarati
Updated: July 12, 2020, 6:03 PM IST
કસોટી ઝિંદગી કે-2નો અનુરાગ કોરોના પોઝિટિવ આવ્યો, થયો સેલ્ફ કોરેન્ટીન
પાર્થ સમાથન, ઇન્સ્ટાગ્રામ

કસોટી જિંદગી કે-2નો લિડ એક્ટર અનુરાગ એટલે કે પાર્થ સમાથન કોરોના પોઝિટિવ આવ્યો છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: છેલ્લા કેટલાંક દિવસોથી ટીવી શો 'કસોટી ઝિંદગી કે-2'નું શૂટિંગ શરૂ કર્યુ હતું અને હવે શોનાં લિડ એક્ટર અનુરાગ એટલે કે પાર્થ સમાથનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલમાં શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ શોની આખી પ્રોડક્શન ટીમ અને ક્રૂ મેમ્બર્સને આવશ્યક કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવશે.

પાર્થે આ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે તેણે લખ્યુ છે કે, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, મને તેનાં હળવા જ લક્ષણો છે. મારી તે સૌને વિનંતિ છે કે છેલ્લા થોડા દિવસોમાં હું જેનાં પણ સંપર્કમાં આવ્યો છું તે તમામ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. BMC મારા સતત સંપર્કમાં છે. મારા ડોક્ટરની ગાઇડન્સમાં હું સેલ્ફ કોરન્ટીન થયુ છે. હું આ તમામનો દિલથી આભારી છું આપ સૌ સુરક્ષિત રહો અને તમારું ધ્યાન રાખજો.'

બાલાજી ટેલિફિલ્મ્સનાં પ્રોડક્શન હાઉસમાં 'કસૌટી ઝિંદગી કે' બની રહી છે. જેમાં પાર્થ લીડ રોલ અનુરાગનો રોલ અદા કરી રહ્યો છે. આ શોનું શૂટિંગ લોકડાઉન બાદ 27 જૂનથી જ ફરી શરૂ થયુ હતું. શોનો નવો પ્રોમો હાલમાં જ જાહેર થયો હતો. શોમાં તેની સાથે એરિકા ફર્નાન્ડિસ લિડ રોલ પ્લે કરી રહી છે તે પ્રેરણાનો રોલ અદા કરે છે. તેની સાથે પણ શૂટિંગ થયુ છે તેથી હવે તે તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો-બચ્ચન પરિવાર ઉપરાંત આ બોલિવૂડ સેલિબ્રિટીઝ આવ્યા કોરોનાની ચપેટમાં

આપને જણાવી દઇએ કે, શોમાં કરન પટેલ મિ. બજાજનો રોલ અદા કરવાનો છે. આ પહેલાં આ રોલ કરન સિંઘ ગ્રોવર અદા કરતો હતો.
Published by: Margi Pandya
First published: July 12, 2020, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading