તો રામાનંદ સાગરની Bold પ્રપૌત્રી સાક્ષી અને ‘કસૌટી’નો પાર્થ દેખાઇ શકે છે સાથે

સાક્ષી અને પાર્થની ફાઇલ તસવીર

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા તેના બોલ્ડ ફોટો શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. હવે એવા સમાચાર છે કે તે જાણીતાં ટીવી કલાકાર પાર્થ સમથાન સાથે વેબ શો કરવાની છે.

 • Share this:
  નવી દિલ્હી. ‘કૈસી યે યારિયાં’, ‘કસૌટી ઝિંદગી કી’ ફેમ એક્ટર પાર્થ સમથાને (Parth Samthaan) તેના લુક્સ અને અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે. ઘણાં લોકો તેને ફેશન આઇકન પણ માને છે. Alt Balajiની ગૅન્ગસ્ટર-ડ્રામા સિરીઝ ‘મૈં હિરો બોલ રહા હૂં’થી પાર્થે ડિજિટલ ડેબ્યુ કર્યું છે અને હવે તે રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા (Sakshi Chopra) સાથે સ્ક્રીન શેર કરે તેવી શક્યતા છે. પાર્થ અને સાક્ષી જે વેબ સિરીઝમાં કામ કરવાના છે એ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વર્ષના અંતમાં તેનું શૂટિંગ પણ શરુ થઈ જશે.

  ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ, આ વેબ-શોનું નામ ‘સોશ્યિલ કરન્સી’ (Social Currency) હોઈ શકે છે. જોકે, સાક્ષી અને પાર્થ સત્તાવાર રીતે આ શોથી નથી જોડાયા, પણ આ પ્રોજેક્ટ માટે તેમણે હા પાડી દીધી છે. આ વેબ શોને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે, જો પાર્થ અને સાક્ષી પોતાની વાત પર કાયમ રહે તો ટૂંક સમયમાં શો અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
  જ્યારે રિયલિટી શો ‘બિગ બોસ 14’ના ફાઈનલ કન્ટેસ્ટન્ટની લિસ્ટ તૈયાર થઈ રહી હતી ત્યારે આ વિવાદિત શોમાં સાક્ષીની એન્ટ્રીની અફવાઓ પણ સામે આવી હતી. 23 વર્ષીય સાક્ષીએ બોલ્ડ આઉટફિટને લઈને કેટલીય વિવાદિત ટ્વિટ કરી છે. તે પોતાના ફોટોઝથી સોશિયલ મીડિયાને ઘેલું કરે છે અને ચર્ચામાં રહે છે.

  આ પણ વાંચો - TMKOC: 'ટપુ' સાથે ઇલુ ઇલુની ચર્ચાઓ બાદ બબીતાજીના બિકિની અવતારની તસવીરો Viral

  તો પાર્થ સમથાન છેલ્લે એકતા કપૂરના શો ‘કસૌટી ઝિંદગી કી 2’માં જોવા મળ્યો હતો અને તે શોની લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડીઝ સાથે રિલેશનશિપમાં છે તેવી અફવા હતી. પાર્થનો તાજેતરમાં ‘રિમ ઝિમ’ નામનો મ્યુઝિક વિડીયો રિલીઝ થયો છે.
  Published by:Kaushal Pancholi
  First published: