Home /News /entertainment /

'પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ' હવે માર્ચમાં થશે રિલીઝ

'પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ' હવે માર્ચમાં થશે રિલીઝ

    જોન એબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ' ફિલ્મ તૈયાર છે. પરંતુ આ ફિલ્મને કોઈ સારી તારીખ નથી મળી રહી. ઘણી વખત આ ફિલ્મની તારીખને આગળ વધારવામાં આવી. ત્યારે ફરી એકવાર આ ફિલ્મની તારીખ આગળ વધારવામાં આવી છે.

    હવે માર્ચમાં રિલીઝ થશે આ ફિલ્મ
    સારી તારીખો ન મળવાના કારણે આ ફિલ્મની તારીખને 3 વખત આગળ વધારવામાં આવી છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત પહેલા ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી. પરંતુ તારીખ ક્લેશ થવાના કારણે આ ફિલ્મની તારીખ આગળ કરવામાં આવી હતી. પરંતુ ફરીથી પદ્માવતની તારીખ બદલાતા આ ફિલ્મની તારીખ ફરી એકવાર આગળ વધારવામાં આવી છે. હવે આ ફિલ્મ 2 માર્ચે રિલીઝ કરવામાં આવશે.

    પોખરણ પર આધારિત ફિલ્મ છે
    આ ફિલ્મ પોખરણ પર આધારિત છે. જેને જેએ એન્ટરટેનમેન્ટ અને ક્રિઆર્જ એન્ટરટેનમેન્ટે મળીને બનાવી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ કરતા પહેલા અભિનેતા જોને ખુદ્દે રિસર્ચ કર્યુ હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોશે આ ફિલ્મ
    જોનની આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોશે. જે માટે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રિલીઝ પહેલા એટલે કે 2 માર્ચ પહેલા કરવામાં આવશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: March, PARMANU- The Story of Pokhran, Release

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन