Home /News /entertainment /પ્રિયંકા ચોપડા બાદ પરિણીતી ચોપડાએ લગ્ન અંગે કર્યો ખુલાસો

પ્રિયંકા ચોપડા બાદ પરિણીતી ચોપડાએ લગ્ન અંગે કર્યો ખુલાસો

શું પરિણીતી ચોપડા પણ જલ્દી લગ્ન કરવા જઇ રહી છે?

બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપડા આ દિવસોમાં તેની ફિલ્મ 'કેસરી' ના પ્રમોશન માટે ખૂબ જ વ્યસ્ત છે.

બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપડા આ દિવસોમાં તેની ફિલ્મ 'કેસરી' ના પ્રમોશન માટે ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ રિલીઝ થવામાં હજુ સમય છે પણ પરિણીતી આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહી છે. તાજેતરમાં એક્ટ્રેસે મીડિયા સામે ખાસ વાતમાં તેમના લગ્નને લઇને ખુલાસો કર્યો.

પરિણીતીને તેની મોટી બહેન પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા. ત્યારે તેમણે ખૂબ જ આનંદકારક રીતે જવાબ આપ્યો. પરિણીતીએ જણાવ્યું છે કે પ્રિયંકાએ 36 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં અને તે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ, હવે, મારી પાસે પણ તેના માટે છ વર્ષ છે. " પરિણિતિએ પણ કહ્યું કે હાલ લગ્ન કરવા માટે કોઈ યોજના નથી. આ ત્યારે થશે જ્યારે તેના માટે પોતાને તૈયાર થઇશ. પરિણીતિીએ કહ્યું કે આ વિશે હાલમાં મે કોઈ વિચારી કર્યો નથ. પ્રિયંકા ચોપડાના લગ્ન દરમિયાન આ વાત પર થઇ રહી હતી કે પ્રિયંકાના લગ્ન બાદ પરિણીતી પણ ચરિત દેસાઇ સાથે લગ્ન કરી શકે છે.

આ પણ વાંચો:  શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો લંડનમાં ધમાકેદાર ડાન્સ, VIDEO VIRAL

તાજેતરમાં અક્ષયકુમાર અને પરિણીતીની ફિલ્મ 'કેસરી' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું ફિલ્મ કેસરીનું નિર્દેશન અનુરાગ સિંહ કરી રહ્યા છે. આ ફિલ્મ સારાગઢીની યુદ્ધની કહાની પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર હવિલદાર સિંહનું પાત્ર નિભાવતા નજર આવશે. ફિલ્મ કેસરી 21 માર્ચ 2019ના રોજ રિલીઝ થશે.
First published:

Tags: ENT, Marriage, Parineeti chopra, Priyanka chopda, અભિનેત્રી, બોલીવુડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો