Parineeti Chopraએ પહેરી લાલ બિકિની, પ્રિયંકાએ કહ્યું, 'મારાથી ઇન્સ્પાયર્ડ થઇ છે કદાચ?'

પરિણીતી ચોપરાએ શેર કરી તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra Instagram) સફળ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. ધીમી પણ મક્કમ ગતિએ પરિણીતીએ આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય પ્રતિભાથી ખાસ ઓળખ બનાવી છે. આ અભિનેત્રીની ટ્રાન્સફોર્મેશન જર્ની પણ કમાલ રહી છે

  • Share this:
    પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય પ્રતિભાથી ખાસ ઓળખ બનાવી છે. આ અભિનેત્રીની ટ્રાન્સફોર્મેશન જર્ની પણ કમાલ રહી છે. આજે પરિણીતી (Parineeti Chopra Bold Photos) એક એક્ટ્રેસ ઉપરાંત ગ્લેમરસ દીવા તરીકે પણ છવાયેલી છે. હાલ તે એક ફોટોને લીધે ચર્ચામાં છે.

    બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra Instagram) સફળ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. ધીમી પણ મક્કમ ગતિએ પરિણીતીએ આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય પ્રતિભાથી ખાસ ઓળખ બનાવી છે. આ અભિનેત્રીની ટ્રાન્સફોર્મેશન જર્ની પણ કમાલ રહી છે. પરિણીતી એક એક્ટ્રેસ ઉપરાંત ગ્લેમરસ દીવા તરીકે પણ છવાયેલી છે. હાલ તે એક ફોટોને લીધે ચર્ચામાં આવી છે. પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે મોનોકિની પહેરી છે.



    પરિણીતી ચોપરા હાલ માલ્દીવ્ઝમાં ફેમિલી સાથે વેકેશન માણી રહી છે અને ત્યાંના ફોટોઝ અને સુંદર લોકેશનના ફોટો ચાહકો સાથે શેર કરી રહી છે. પરિણીતીની લેટેસ્ટ પોસ્ટમાં તેણે લાલ કલરની કટ-આઉટ મોનોકિની પહેરી છે. મોનોકિની પહેરીને તે દરિયાકિનારે લેટી છે અને ઉપરની તરફ કેમેરા સામે જોઈને પોઝ આપી રહી છે. એક્ટ્રેસના આ ફોટો પર પ્રિયંકા ચોપરાની પણ કમેન્ટ આવી છે. પ્રિયંકાએ લખ્યું છે કે, ‘અરે વાહ, લાગે છે તું ઇન્સ્પાયર્ડ છો?’

    પરિણીતીએ જવાબ આપ્યો છે કે, ‘નહીં તો, એકદમ પાક્કું.’ પ્રિયંકા અને પરિણીતીની વાત કરીએ તો બંને બહેનો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. બંને બહેનોનો પ્રેમ તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી ખબર પડે છે. તેમણે ‘ફ્રોઝન 2’ની ડબિંગ સાથે કરી છે.




    થોડા સમય પહેલાં એક ચેટ શોમાં પરિણીતી ચોપરાએ પોતાના વજનને લઈને કેટલાંય ખુલાસા કર્યા હતા. પરિણીતીએ કહ્યું હતું કે, 2014માં તેની ફિલ્મ ‘કિલ દિલ’ રિલીઝ થઈ એ પછી તે થોડા સમય માટે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી જેથી એ બોડી પર કામ કરી શકે. એ પછી પરિણીતીએ પોતાના ટ્રાન્સફોર્મેશન અને ટોન્ડ બોડીનું ફોટોશૂટ કરાવ્યું હતું અને સૌને અચંબામાં નાખી દીધા હતા. તેના ફોટોઝ એ સમયે બહુ ચર્ચામાં હતા અને અભિનેત્રીએ દરેકની વાહવાહી મેળવી હતી.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપરા છેલ્લે સાઈના નહેવાલની બાયોપિકમાં જોવા મળી હતી. તો દિબાકર બેનર્જીની ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’માં પણ તેના કામના વખાણ થયા હતા. આ બ્લેક કોમેડી ફિલ્મમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળી હતી. આ ઉપરાંત મિસ્ટ્રી થ્રિલર ‘ધ ગર્લ ઓન ધ ટ્રેઈન’માં તેણે ઇન્ટેન્સ રોલ કર્યો હતો. તેની અપકમિંગ ફિલ્મ રણબીર કપૂર સાથેની ‘એનિમલ’ છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: