Home /News /entertainment /પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઇના સમાચારો પર મારી દીધી મહોર! વીડિયોમાં શરમાતા કર્યુ કંઇક આવું
પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઇના સમાચારો પર મારી દીધી મહોર! વીડિયોમાં શરમાતા કર્યુ કંઇક આવું
પરીના ફેન્સને આશા છે કે એક્ટ્રેસ જલ્દી જ તેના લગ્નની જાહેરાત કરશે.
બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra)ના લગ્નને લઇને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ હાલમાં જ તેણે સગાઇના સમાચાર પર રિએક્શન આપ્યું છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સમાં તેની સગાઇ (Parineeti Chopra Engagement)ને લઇને દાવા કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરિણીતી અને તેની ફેમીલી લગ્નની તૈયારી કરી રહ્યાં છે.
તેવામાં આ દાવાઓ વચ્ચે હાલમાં જ ફાઇનલી પરીએ આ સમાચારો પર રિએક્શન આપ્યું છે. પરીને પાપારાઝીએ એરપોર્ટ પર સ્પોટ કરી અને તેને જોતા જ લગ્નના સમાચારો વિશે સવાલ પૂછવા લાગ્યાં. પરીએ આ સવાલો પર શરમાઇને કંઇક એવું કર્યુ કે સૌને પોતાના સવાલનો જવાબ મળી ગયો.
ખરેખર, હાલમાં જ સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પરિણીતી ચોપરાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. તેણે બ્લેક પેન્ટ સૂટ પહેર્યો છે અને તેની સાથે વ્હાઇટ હાઈનેક ટોપ છે.
એરપોર્ટથી કારમાં જતી વખતે પાપારાઝીઓએ પરીને ઘેરી લીધી અને તેની સગાઈના સમાચાર અંગે સવાલ પૂછવા લાગ્યા. આ સવાલ સાંભળીને પરીના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે શરમાઈને માથું નમાવ્યું. વિડિયોમાં પરી કંઈ ન બોલી પણ હસતી અને શરમાતી કારમાં બેસી ગઈ. અહીં જુઓ વાયરલ થઈ રહેલો પરીનો આ વીડિયો-
આ વીડિયોમાં પરીનું રિએક્શન જોઈને પાપારાઝી પણ કહેતા જોવા મળ્યા હતા કે અમને જવાબ મળી ગયો છે. આ વીડિયો પર મળેલી કોમેન્ટને જોઈને ઘણા લોકો કહે છે કે પરીની સ્માઈલ સગાઈના સમાચારને કન્ફર્મ કરી રહી છે. જણાવી દઈએ કે પરીનું નામ એક રાજનેતા સાથે જોડાઈ રહ્યું છે. જો કે, અત્યાર સુધી બંનેએ ડેટિંગ અથવા સગાઈના સમાચાર પર કોઈ પુષ્ટિ આપી નથી. પરીના ફેન્સને આશા છે કે એક્ટ્રેસ જલ્દી જ તેના લગ્નની જાહેરાત કરશે.
આ પહેલા પણ અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પરિણીતી અને રાઘવના પરિવાર વચ્ચે લગ્નની ચર્ચા ચાલી રહી છે. આટલું જ નહીં, પરિણીતી અને રાઘવ રોકા સેરેમની દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી શકે છે. પરિણીતી તાજેતરમાં જ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ જોવા મળી હતી. આ કારણે પરિણીતી અને રાઘવના લગ્નની ચર્ચા પણ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર