Home /News /entertainment /પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમનીની ચર્ચા! બહેનના લગ્ન માટે ભારત આવી છે પ્રિયંકા ચોપરા
પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમનીની ચર્ચા! બહેનના લગ્ન માટે ભારત આવી છે પ્રિયંકા ચોપરા
પરિણીતી અને રાઘવના રિલેશન અને લગ્નની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તેમના લગ્નની ચર્ચાઓ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયા હતા. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા નિક જોનાસ અને તેમની દીકરી સાથે હાલ શહેરમાં છે.
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢા રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યાં હતા. NMACC ઇવેન્ટ માટે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને તેમની દીકરી માલતી મેરી સાથે શહેરમાં છે.
તેઓ એવા સમયે ભારત આવ્યાં છે જ્યારે પરિણીતી અને રાઘવના રિલેશન અને લગ્નની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે. પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પરિણીતી બ્લેક ટોપ અને ડેનિમ સાથે જેકેટમાં જોઈ શકાય છે જ્યારે રાઘવે જીન્સ સાથે બેજ શર્ટ પહેર્યો છે.
પાપારાઝી તેમને પોઝ આપવાનું કહેતા આ કપલ શરમાઈ જાય છે. એક ફેને એક્ટ્રેસ સાથે સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે જલ્દીથી તેની કારમાં જઇને બેસી ગઈ હતી.
આ અઠવાડિયાની શરૂઆતમાં પરિણીતી અને રાઘવ દિલ્હી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી ટૂંક સમયમાં રાજકારણી સાથે લગ્ન કરે તેવી શક્યતા છે. પરિણીતીને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ ક્લિક કરવામાં આવી હતી અને તે પછીથી લગ્નની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું.
આ દરમિયાન, ચોપરા પરિવારના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે પરિણીતી અને રાઘવ તેમના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે, પરંતુ સેરેમની હજુ થવાની બાકી છે. સૂત્રએ જણાવ્યું હતું કે પરિણીતી અને રાઘવની રોકા સેરેમની ચોક્કસપણે "ખૂબ જ જલ્દી" થવા જઈ રહી છે.
લગ્ન અને સગાઈના દાવાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાએ પોતાના ટ્વીટથી હલચલ મચાવી દીધી હતી. તેમણે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડાની તસવીર શેર કરતા બંનેના રિલેશનશિપ પર મોહર લગાવી દીધી છે. સંજીવ અરોડાએ ટ્વિટ કર્યું છે કે, હું રાઘવ ચઢ્ઢા અને પરિણીત ચોપરાને દિલથી મુબારકબાદ આપું છું, તેઓ બંને એક થવા પર ખૂબ પ્રેમ અને ખુશીઓ મળે. મારા તરફથી શુભકામનાઓ.
થોડા દિવસ પહેલા જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડા પહેલી વાર એક સાથે રેસ્ટોરન્ટ બારમાં સ્પોટ થયા તો, ચારેતરફ બંનેના સંબંધોને લઈને ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા. બાદમાં રાઘવ ચઢ્ઢાએ સંસદની બહાર પરિણીતિને લઈને પુછાયેલા સવાલ પર કહ્યું હતું કે, રાજનીતિને લઈને સવાર કરો , પરિણીતિને લઈને નહીં.
રિપોર્ટ્સ અનુસાર, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ ટૂંક સમયમાં થઈ શકે છે. બંનેના પરિવારવાળા આ સંબંધથી ખુશ છે. દાવો તો એવો પણ કર્યો છે કે, પરિવારોની વચ્ચે લગ્ને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે. જો કે, લગ્નમાં સમય લાગશે તેવી વાત પણ થઈ રહી છે, કારણ કે પરિણીતિ અને રાઘવ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર