ઓન સ્ક્રીન PM મોદીની ભૂમિકા નિભાવશે આ એક્ટર

 • Share this:
  બોલિવૂડમાં જાણે બાયોપિકનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હાલમાં સંજય દત્તની બાયોપિક ચર્ચામાં છે. ત્યારે બોલિવૂડમાં હવે એક એવા વ્યક્તિની બાયોપિક બનાવવા જઈ રહ્યાં છે કે જે માત્ર દેશમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ પોતાની ઓળખનો ડંકો વગાડી ચૂક્યા છીએ. જે વ્યક્તિને નાના બાળકોથી લઈને તમામ લોકો જાણે છે. ત્યારે આ વ્યક્તિની બાયોપિકને લઈને દેશ વિદેશની જનતા પણ બેચેન છે. આપણે વાત કરી રહ્યાં છીએ આપણાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની.....

  નરેન્દ્ર મોદીની બાયોપિકમાં ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલ તેનો રોલ અદા કરશે. પરેશ રાવલનું નામ બોલિવૂડના બેસ્ટ કલાકારોના નામમાં સામેલ છે. તેને જે પણ ફિલ્મમાં કામ કર્યું છે, તે ફિલ્મ હિટ રહી છે અને દમદાર અભિનયથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. જો કે હાલ તો પરેશ રાવલ ફિલ્મ સંજૂમાં સુનીલ દત્તનો અભિનય કરી રહ્યાં છે.

  રિપોર્ટ અનુસાર પરેશ રાવલે જણાવ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસ પાસ શરૂ કરવામાં આવશે. પરેશ રાવલનું માનવું છે કે પીએમ મોદીની ભૂમિકા નિભાવવી તેના માટે મોટી ચેલેન્જ છે.  પરેશ રાવલ જ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે ફિલ્મ
  એવી પણ ખબરો આવી રહી છે કે અભિનેતા પરેશ રાવલ જ પીએમ મોદીની બાયોપિકને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. એક તરફ અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક પર કામ કરી રહ્યાં છે. તો બીજી તરફ પરેશ રાવલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક કરનાર છે. ત્યારે આ બંને ફિલ્મને દર્શકોનો કેવો પ્રેમ મળે છે તે તો રિલીઝ બાદ જ જાણવા મળશે. હાલ તો આ ફિલ્મની આતૂરતાથી રાહ જોવામાં આવી રહી છે.
  Published by:Nisha Kachhadiya
  First published: