Home /News /entertainment /Exclusive Paresh Rawal : 'હિન્દી ફિલ્મો કરતા પ્રાદેશિક સિનેમામાંથી વધુ સારું કન્ટેન્ટ આવી રહ્યું'
Exclusive Paresh Rawal : 'હિન્દી ફિલ્મો કરતા પ્રાદેશિક સિનેમામાંથી વધુ સારું કન્ટેન્ટ આવી રહ્યું'
પરેશ રાવલ ગુજરાતી ફિલ્મ ડિયર ફાધર
પરેશ રાવલ (Paresh Rawal) ની ગુજરાતી ફિલ્મ ડિયર ફાધર (Dear Father) આવી રહી છે. આ ફિલ્મ વર્ષો પહેલા જોવા મળેલા ડિયર ફાધર (Gujarati Film Dear Father) નામના જ નાટક પરથી આ ફિલ્મ બનાવાઈ છે. આ પારિવારિક અને થ્રિલર ફિલ્મ છે.
Paresh Rawal Gujarati film : ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal) છેલ્લે ગુજરાતી ફિલ્મ (Paresh Rawal in Gujarati film) નસીબની બલિહારીમાં અભિનય કર્યો હતી. આ ફિલ્મને 40 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે અને હવે તેઓ ફરીથી ગુજરાતી સિનેમા (Gujarati cinema) માં પુનરાગમન કરવા જઈ રહ્યા છે. તેઓ ડિયર ફાધર (Dear Father) માં જોવા મળશે. વર્ષો પહેલા જોવા મળેલા ડિયર ફાધર (Gujarati Film Dear Father) નામના જ નાટક પરથી આ ફિલ્મ બનાવાઈ છે. આ પારિવારિક અને થ્રિલર ફિલ્મ છે.
News18.com સાથેની વાતચીત દરમિયાન પરેશ રાવલ કહે છે કે, તેમણે પરિપક્વ પ્રેક્ષકોને કારણે ગુજરાતી સિનેમામાં પુનરાગમન કરવાનું નક્કી કર્યું છે. ઘણાં વર્ષો સુધી હું ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માગતો હતો. પણ બધું બરાબર ચાલતું ન હતું. મારી છેલ્લી ફિલ્મ 40 વર્ષ પહેલાં આવી હતી અને તે સારો અનુભવ ન હતો. પરંતુ હવે ધરખમ ફેરફાર થયો છે. ગુજરાતી પ્રેક્ષકો ખૂબ જ પરિપક્વ છે. તેઓ ખૂબ ભૂખ્યા છે અને સારું કન્ટેન્ટ જોવા માટે ઉત્સુક છે. તેથી મને નથી લાગતું કે, તેમને હલકી ગુણવત્તાવાળી ફિલ્મોની ઓફર કરી શકીએ.
તેઓ વધુમાં કહે છે કે, બીજું કારણ પાછલા કેટલાક વર્ષોમાં પ્રાદેશિક સિનેમાનો થયેલો ઉદય છે. હિન્દી ફિલ્મો કરતાં પ્રાદેશિક સિનેમામાંથી વધુ સારું કન્ટેન્ટ બહાર આવી રહ્યું છે. હવે આપણે પુષ્પાઃ ધ રાઇઝ કે RRR રિજનલ સિનેમા ન કહી શકીએ. હકીકતમાં તે હિન્દી ફિલ્મો કરતા પણ મોટી છે. હું માનું છું કે તેઓ નેશનલ મૂવીઝ કરતા વધુ નેશનલ છે. નેશનલ પ્રેક્ષકો માટે બનાવવામાં આવેલી ઘણી ફિલ્મો કરતા તેઓ વધુ પરિપક્વ છે.
ડિયર ફાધર ટ્રેલર (Dear Father Trailer)
" isDesktop="true" id="1185500" >
તેઓ વધુમાં ઉમેરે છે કે, પ્રાદેશિક ફિલ્મો કોમર્શિયલ સિનેમાથી ખૂબ દૂર રહેલી વાર્તાઓ અને વિષયોને સ્પર્શે છે. તેથી પ્રાદેશિક અને હિન્દી સિનેમા વચ્ચેની રેખાઓ સંપૂર્ણપણે અસ્પષ્ટ થઈ ગઈ છે. ગુજરાતીમાં એવી ફિલ્મો બનાવવાનો વિચાર છે જે અન્ય ભાષાઓમાં રીમેક કરવામાં આવે.
ડિયર ફાધર વિશે વાત કરતાં પરેશ રાવલ કહે છે કે, આ ફિલ્મનો વિચાર આશુતોષ ગોવારીકરને આવ્યો હતો. 2013માં આશુતોષે મારા નાટકના રાઇટ્સ ખરીદ્યા હતા કારણ કે તેઓ તેને ફિલ્મમાં રૂપાંતરિત કરવા માંગતા હતા. પરંતુ તેવું થઈ શક્યું નહીં. તેથી અમે તેમની પાસેથી રાઇટ્સ લઈ લીધા અને મેં આ આઈડિયા વિનસ ફિલ્મ્સના રતન જૈનને આપ્યો હતો.
તેઓ વધુમાં કહે છે કે, આ નાટક 2011થી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને અમે 430 થી વધુ શો પૂર્ણ કર્યા છે. તેની ભાવનાત્મક અસર એટલી બધી છે કે, ઘણી વખત લોકો શો પછી રડતા અને તેમના પોતાના પિતા વિશે શેર કરવા બેકસ્ટેજ પર આવે છે. અમે વિચાર્યું કે ફિલ્મ બનાવવાથી તે વ્યાપક દર્શકો સુધી પહોંચવાનો સારો માર્ગ હશે.
ડિયર ફાધર રિલીઝ ડેટ (Dear Father release date)
ફિલ્મ 'ડિયર ફાધર'નું નિર્દેશન ઉમંગ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે અને રતન જૈન અને ગણેશ જૈન દ્વારા નિર્મિત છે. આ નાટકના લેખક સ્વ. ઉત્તમ ગડાજી હતા. આ ફિલ્મ 4 માર્ચ 2022 (Dear Father release date) ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તો પરેશ જીનું અદ્દભુત અભિનય અને ગુજરાતી સિનેમા પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને 'ડિયર ફાધર'ની આ અનોખી ઑફર ખરેખર તેમના ચાહકોના હૃદય અને દિમાગમાં ઊંડી છાપ છોડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર