પરેશ રાવલનાં ડ્રાઇવરની રેપના આરોપમાં ધરપકડ

News18 Gujarati
Updated: August 23, 2019, 2:55 PM IST
પરેશ રાવલનાં ડ્રાઇવરની રેપના આરોપમાં ધરપકડ
પરેશ રાવલ અમદાવાદ પૂર્વનાં ભાજપનાં સાંસદ હતાં. આ વખતની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાગ લીધો ન હતો.

પરેશ રાવલ અમદાવાદ પૂર્વનાં ભાજપનાં સાંસદ હતાં. આ વખતની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાગ લીધો ન હતો.

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટર પરેશ રાવલનાં ડ્રાઇવરની પોલીસે રેપનાં આરોપમાં ધરપકડ કરી છે. પરેશ રાવલનો ડ્રાઇવર અશોક ગત દસ વર્ષથી તેની ગાડી ચલાવતો હતો. ડી એન નગર પોલીસ મુજબ આરોપી વિરુદ્ધ 376,50,67 અને 67A હેઠળ  કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જાણકારી મુજબ પરેશ રાવલનાં પરિવાર અને પત્ની સમ્પત સ્વરૂપની ગાડી માટે અશોક જ ડ્રાઇવિંગ કરતો હતો. આપને જણાવી દઇએ ક આ ઘટના 16 ઓગષ્ટનાં રોજ બની હતી. તે જ દિવે ડીએન નગર પોલીસ સ્ટેશનની ટીમે સાદા કપડાંમાં પરેશ રાવલનાં ઘરે ડ્રાઇવર અશોકને ઝડપી પાડવાં પહોંચી હતી. પણ અશોક પરેશ રાવલનાં ઘરે ન હતો. ત્યારે ડીએન નગર પોલીસે પરેશ રાવલને અન્ય ડ્રાઇવર દુર્ગેશની મદદથી અશોકને પકડવા માટે જાળ બીછાવી અને તેને જુહૂ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

આપને જણાવી દઇએ કે, પરેશ રાવલ અમદાવાદ પૂર્વનાં ભાજપનાં સાંસદ હતાં. આ વખતની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાગ લીધો ન હતો. પરેશ રાવલનું કહેવું હતું કે, એક્ટર હોવાને કારણે તે ક્ષેત્રને સમય નથી આપી શકતા.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...