પેરાનોર્મલ એક્સપર્ટનો દાવો તેને સુશાંતની આત્મા સાથે કરી વાત, જાણ્યું આત્મહત્યાનું કારણ

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને એક મહિનો થઈ ગયો છે. તેમના ચાહકો હજી પણ તેમના મૃત્યુના કારણે આઘાતમાં છે. પ્રખ્યાત પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરી હોવાનો દાવો કર્યો છે. સ્ટીવનું કહેવું છે કે, સુશાંતના ફેન્સ તેને મેસેજ અને ઇમેઇલ્સ દ્વારા સુશાંત સાથે વાત કરવા મદદ માગી રહ્યા હતા.

  સ્ટીવ હફ પેરાનોર્મલ એક્સપર્ટ છે. તે એક સાધનની મદદથી આત્મા સાથે વાત કરતો હોવાનો દાવો કરે છે. તેણે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો છે. એમાં એમ પણ કહ્યું કે સુશાંતનો અવાજ ખૂબ જ સ્ટ્રોંગ હતો. સ્ટીવ તેની પોસ્ટમાં લખે છે કે 'હજારો વિનંતી પછી આ તમારા માટે છે. તે એક અતુલ્ય સેશન હતું. તેણે મને સીધા જવાબો આપ્યા. પહેલા કરતાં કેટલાયં ગણા વધારે સ્પષ્ટ અવાજમાં. હું જલ્દીથી આનું બીજું સેશન કરીશ, જેમાં આના કરતાં પણ વધારે ગહન પ્રશ્નો પૂછીશ'

  સ્ટીવે આ સેશન 13 જુલાઇએ કર્યું હતું. યુટ્યુબ પર શેર કરેલા વીડિયોમાં સ્ટીવ સુશાંતને પૂછે છે, 'તમને યાદ છે કે તમે કેવી રીતે મર્યા?' સ્ટીવે પ્રશ્ન પૂછતાંની સાથે જ મશીન અંગ્રેજીમાં જવાબ આપે છે, 'અહીં રોશની છે હફ. તેમને કહો કે મને રોશની મળી ગઈ છે. હવે આ રોશની ધીમી પડી રહી છે. તે તમને જોઈ રહ્યો છે. હું ખરેખર ભગવાનને મળવા માંગતો હતો. તમે જાણો છો કે હું એમને શું કહેવા માગુ છું. તેની આત્મા ઠીક છે અને તે સ્વર્ગમાં છે.'  સ્ટીવ આગળ પૂછે છે કે 'તમે કેમ જીવ આપી દીધો?' આ પ્રશ્નના જવાબમાં મશીનમાંથી અવાજ આવે છે- 'પરિવર્તન માટે'. સ્ટીવ દાવો કરે છે કે સુશાંત સાથે અન્ય બે આત્માઓ હતી. તે એકલો નહોતો. એક પુરુષની આત્મા અને એક સ્ત્રીની આત્મા હતી.

  આ પણ વાંચો- કોરોના પોઝિટિવ શ્રેનુ પરિખ થઇ ગઇ સાજી, હોસ્પિટલમાંથી મળી ગઇ રજા

  સ્ટીવનું કહેવું છે કે તે 10 વર્ષથી આત્મા સાથે વાત કરી રહ્યો છે. આ માટે તેમણે એક મશીન બનાવ્યું છે જે આત્માઓના અવાજને સંભળાવે છે. ઉલ્લેખનીય છે કે સ્ટીવે પેટ્રિક સ્વેજ અને માઇકલ જેક્સનની આત્માઓ સાથે પણ આ જ રીતે સેશન કર્યું હતું.
  Published by:Margi Pandya
  First published: