Home /News /entertainment /

ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ અને શ્રેયા ધોષાલ છે બાળપણના મિત્રો

ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ અને શ્રેયા ધોષાલ છે બાળપણના મિત્રો

પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલ બાળપણના મિત્ર

બોલીવુડ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) સાથે પરાગ (new CEO of Twitter Parag Agrawal) ની ફ્રેન્ડશીપ. શ્રેયા અને પરાગ બાળપણના મિત્રો છે.

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે એક અન્ય દિગ્ગજ ટેક કંપનીના સીઈઓ તરીકે ભારતીય મૂળના વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યાં છીએ ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલ (new CEO of Twitter Parag Agrawal) ની. સોમવારે ટ્વિટર (Twitter) ના કો ફાઉન્ડર જેક ડોર્સે દ્વારા પોતાના પદેથી રાજીનામું આપ્યા બાદ પરાગની સીઈ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

મુંબઈથી IIT અને સ્ટેનફોર્ડ (Stanford) યૂનિવર્સિટીથી અભ્યાસ કરી ચુકેલા પરાગે એક પોસ્ટમાં તેમની નિયુક્તિ બદલ ટ્વિટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ડોર્સી દ્વારા તેમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું તેનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો. દેશના લોકો પરાગની આ ઉપલબ્ધીઓ વિશે ચર્તા કરતા નથી થાકતા, ત્યારે આ તમામની વચ્ચે જે બાબતે લોકોનું ધ્યાન સૌથી વધારે આકર્ષિત કર્યું છે તે છે બોલીવુડ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) સાથે પરાગની ફ્રેન્ડશીપ. શ્રેયા અને પરાગ બાળપણના મિત્રો છે. તેમના ટ્વિટર પર શેર કરવામાં આવેલા જુના ફોટો અને પોસ્ટ પણ આ વાતની સાબિતી આપે છે.

સોમવારે જ્યારે સિંગર શ્રેયા ઘોષાલે પરાગને નવા સીઈઓ બનવા પર અભિનંદન પાઠવ્યા તો તેમના ફેન્સ એટલા ઉત્સુક થયા કે તેમણે શ્રેયા અને પરાગના જુના ફોટોઝ પણ શોધી કાઢ્યા. શ્રેયાએ પરાગને અભિનંદન પાઠવતાં લખ્યું હતું, “Congrats @paraga. So proud of you!! Big day for us, celebrating this news."



પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં ફેન્સ દ્વારા ફોટોનું કોમેન્ટ સેક્શન પરાગ અને શ્રેયાના જુના ચેટ્સને કોમેન્ટ્સના સ્ક્રિનશોટથી ભરી નાંખ્યું હતું. એક પોસ્ટમાં શ્રેયાએ પરાગના જન્મ દિવસે શુભેચ્છા પાઠવી હતી, એક પોસ્ટમાં તેણે તેના બાળપણના મિત્રને ફોલો કરવા માટે શાઉટઆઉટ કર્યું હતું. આ તમામ સ્ક્રીન શોટ્સ 2010ના છે. પરાગ શ્રેયાના પતિ શિલાદિત્યા મુખોપાધ્યાયના પણ ખાસ છે. જણાવી દઈએ કે શ્રેયાના પતિ પણ એક ટેક એક્ઝિક્યુટીવ છે.

આ પણ વાંચોPriyanka Kothari Birthday : પ્રિયંકા કોઠારીનું સાચુ નામ શું છે? કેમ પડદા પરથી ગાયબ જ થઈ ગઈ?

ટ્વિટરના સીઈઓ તરીકે અગ્રવાલ જણાવે છે કે, જેકની આગેવાની હેઠળ અમે જે કંઈ પણ મેળવ્યુ છે તેને હું આગળ લઈ જવા માટે તૈયાર છું. હું આગળ પણ તકોનું સર્જન કરીશ. જરૂરી સુધારા કરી અમે આમારા ગ્રાહકો અને શેરહોલ્ડર્સને નફો કરાવીશું. સાથે જ પબ્લિક કન્વર્ઝેશનના ભવિષ્યને રીશેપ કરીશું.
First published:

Tags: Bollywood Latest News, Parag Agrawal, Playback Singer

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन