ન્યૂઝ18 ગુજરાતી: દમદાર અભિનય દ્વારા દર્શકોના દીલો પર રાજ કરનારો અભિનેતા પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં પંકજની સાથે હોલિવૂડના જાણીતા હીરો ક્રિસ હેમ્સવર્થ, માર્વલ યુનિવર્સના એવેન્જર્સ થોર હશે. ફિલ્મ ન્યૂટન, બરેલી કી બર્ફી, સ્ત્રી અને વેબ શો 'મિર્ઝાપુર'માં પંકજના અભિનયના વખાણ થઇ રહ્યાં છે.
ક્રિસ હેમ્સવર્થ ગયા વર્ષે નવેમ્બરમાં ભારત આવ્યા હતા. ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ઢાકાનું શૂટિંગ ભારતમાં થઇ રહ્યું છે. ડાયરેક્ટર સેમ હારગ્રેવની થ્રિલર ફિલ્મ 'ઢાકા'નું શૂટિંગ ભારતમાં જુદી-જુદી જગ્યાઓએ થઇ રહ્યું છે. સેમે ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને અમદાવાદમાં પણ કર્યું હતું. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત રણદીપ હુડ્ડા, મનોજ વાજપેયી પણ કામ કરી રહ્યાં છે.
સૂત્રો અનુસાર, પંકજ ત્રિપાઠી ફિલ્મના આગામી ભાગની શૂટિંગ માટે બેંગકોક, થાઇલેન્ડ જશે. એવું પહેલીવાર હશે કે પંકજ ત્રિપાઠી કોઇ આંતરરાષ્ટ્રીય ક્રૂ સાથે હોલિવૂડ પ્રોજેક્ટમાં કામ કરશે. આ ફિલ્મમાં ક્રિસની સાથે પંકજનો પણ ઘણો મહત્વનો રોલ હોવાનું કહેવાય છે. આ એક થ્રિલર ફિલ્મ છે અને તેને નેટફ્લિક્સ ઓરિઝિનલ તરીકે રીલિઝ કરવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર