Home /News /entertainment /Atal: અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું થયું એલાન, પંકજ ત્રિપાઠી નિભાવશે પૂર્વ પીએમનું કિરદાર

Atal: અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું થયું એલાન, પંકજ ત્રિપાઠી નિભાવશે પૂર્વ પીએમનું કિરદાર

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં પંકજ ત્રિપાઠી લીડ રોલ ભજવવા જઈ રહ્યા છે.

પંકજ ત્રિપાઠી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં લીડ રોલમાં જોવા મળશે, જેના માટે તેણે ખુશી વ્યક્ત કરી છે. કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી.

વધુ જુઓ ...
  જાણીતા એક્ટર પંકજ ત્રિપાઠી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં અભિનય કરશે. પંકજે એક નિવેદનમાં કહ્યું, "આવા એક માનવીય રાજકારણીને સ્ક્રીન પર દર્શાવવા એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર એક રાજકારણી જ નહોતા, પરંતુ તેનાથી પણ વધુ તેઓ એક ઉત્તમ લેખક અને જાણીતા કવિ હતા. તેમના સ્થાને હોવું એ મારા જેવા અભિનેતા માટે એક અનુભવ, વિશેષાધિકાર સિવાય બીજુ કંઈ નથી."

  મેકર્સે આપેલા નિવેદન અનુસાર, આ ફિલ્મનું ડાયરેક્શન ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રવિ જાધવ દ્વારા કરવામાં આવશે, જે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર્સમાંના એક છે અને ઉત્કર્ષ નૈથાની દ્વારા આ ફિલ્મ લખવામાં આવી છે. મૈં રાહૂં યા ના રાહૂં યે દેશ રહેના ચાહિયે-અટલ ભારતના નેતાઓ અને સહ-સ્થાપકોમાંના એક અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની સફરની આસપાસ ફરે છે.

  આ પણ વાંચો : PHOTOS: તારક મહેતા...ની 'સોનૂ ભીડે'એ ફરી ટેમ્પરેચર કર્યુ હાઇ, બિકીની પહેરીને આપ્યા કાતિલ પોઝ

  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર રવિ જાધવે કહ્યું, “મારા માટે એક ડાયરેક્ટર તરીકે, હું અટલજીથી વધુ સારી વાર્તાની માંગ કરી શકતો ન હતો. આ સિવાય, પંકજ ત્રિપાઠી જેવા એક અનુકરણીય એક્ટરને અટલજીની કહાની અને સ્ક્રીન પર લાવવા માટે મેકર્સનું સમર્થન. મને આશા છે કે હું અટલ સાથે લોકોની આશાઓ પર ખરો ઉતરી રહ્યો છુ.

  મેકર વિનોદ ભાનુશાળીએ શેર કર્યું કે, “જ્યારથી અમે ફિલ્મ વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું, અમે બધાએ સર્વાનુમતે પંકજ ત્રિપાઠીને અટલજીની ભૂમિકા ભજવવાની કલ્પના કરી. અમે ભારતના શ્રેષ્ઠ કલાકારોમાંના એકની ભૂમિકા ભજવીને ખુશ છીએ.

  આ પણ વાંચો :  Drishyam 2 Review : 'પૈસા વસૂલ' છે અજય દેવગણની ફિલ્મ! જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

  મેકર સંદીપ સિંહે કહ્યું, “ભારત ટૂંક સમયમાં અટલજીના જીવન અને તેમની રાજકીય વિચારધારાઓની ઉજવણી કરવા જઈ રહ્યું છે. કહાનીને જીવંત કરવા માટે અમારી પાસે પંકજજી અને રવિજીની શક્તિશાળી જોડી છે. અમારું લક્ષ્ય આ ફિલ્મને ક્રિસમસ 2023 પર રિલીઝ કરવાનું છે, જે ભારત રાણા શ્રી અટલ બિહારી વાજપેયીજીની 99મી જન્મજયંતિ પણ છે.  ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, 'અટલ'નું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સેમ ખાન અને કમલેશ ભાનુશાલી દ્વારા 70MM ટોકીઝના સહયોગથી કરવામાં આવ્યું છે અને ઝીશાન અહેમદ અને શિવ શર્મા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Biopic, Bollywood Latest News, Bollywood Movie, Pankaj-tripathi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन