ન્યૂઝ18 ગુજરાતી: બિહારમાં એક્યૂટ ઇન્સેફેલાઇન્ટિસ સિન્ડ્રોમ (AIS) એટલે કે ચમકી તાવથી સતત બાળકોનાં મોત થઇ રહ્યાં છે. હાલમાં આ મોતનો આંકડો 167 સુધી પહોંચી ગયો છે. તો 650થી વધુ ચમકીથી પ્રભાવિત છે. જેમાં મુજફ્ફરપુરમાં ડ 129 બાળકોનું અસમયે મોત થયુ છે. તો SKMCH અને કેજરીવાલે હોસ્પિટલમાં 131 બાળકો ઇલાજ લઇ રહ્યાં છે. મુજફ્ફરપુર જિલ્લામાં અત્યાર સુધી 580 બાળકો ચમકીથી પ્રભાવિત છે. થએવામાં બિહારથી જોડાયેલાં એક્ટર પંકજ ત્રિપાઠીએ તેની ઉપર દુખ વ્યક્ત કર્યુ છે. અને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરી છે.
પંકજ ત્રિપાઠી લખે છે કે, મુજફ્ફરની ઘટનાએ મને અંદરથી હચમચાવી નાખ્યો છે. ખુબજ વિચલિત અનુભવી રહ્યો છું. સમજાતુ નથી કે કોને દોષ આપવો. એક દેશ, એક રાજ્ય, એક સમાજ અને એક વ્યક્તિ દરેક સ્તર પર આપણી નિષ્ફળતા છે. આપણે કઇ સદીમાં જીવી રહ્યાં છીએ. સરકાર, અધિકારી, સિસ્ટમ, સમાજ આપ અને હું સૌને તે બાળકોની માફી માંગવી જોઇએ.
હાલમાં પંકજ ત્રિપાઠી રણવીર સિંહની સાથે '83' ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ સાથે જોડાયેલી ખબરની માનીયે તો હાલમાં પંકજ ત્રિપાઠી ઇજાગ્રસ્ત છે. છતા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. તેઓ ઇંગ્લેન્ડ જતાં પહેલાં મુંબઇમાં બાઇક ચલાવતા પડી ગયા હતાં. અને તેમને પાંસળીમાં વાગ્યું છે આ એક્સિડન્ટમાં તેમની પાંસળી તુટી ગઇ છે. આ તકલીફમાં પણ તેઓએ ફિલ્મનું શૂટિંગ રોક્યુ નથી.