એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: iReel ઍવોર્ડ્સ દરમિયાન સિતારાઓથી સજેલી સાંજમાં ઘણાં સેલિબ્રિટીઝ પહોંચ્યા હતાં. ખાસ કરીને તે જેમને ઍવોર્ડ્સ મળ્યો છે. તેમાંથી ખાસ છે પંકજ ત્રિપાઠી, અમોલ પરાશર, શેફાલી શાહ, ધ્રુવ સહગલ અને મુકુલ ચડ્ઢા જેમને આ ઍવોર્ડ્સ જીતવા પર ખુશી જાહેર કરી છે.
આ ઍવોર્ડ સેરેમની 23 સપ્ટેમ્બરનાં મુંબઇનાં JW મેરિયટ હોટલમાં રાખવામાં આવી હતી. અહીં નેટફ્લિક્સની 'દિલ્હી ક્રાઇમ'ને ડ્રામા કૅટેગરીમાં બેસ્ટ શોનો ઍવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત દિલ્હી ક્રાઇમને બેસ્ટ રાઇટિંગ (ડ્રામા) અને બેસ્ટ ઍક્ટ્રેસ લીડ રોલ (ડ્રામા) કૅટેગરીમાં પણ ઍવોર્ડ મળ્યો છે.
પંકજ ત્રિપાઠીએ આ ઍવોર્ડ જીતવાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિવ્યેદુએ પણ પંકજ ત્રિપાઠીની સાથેની તસવીર શેર કરતાં લખ્યું છે કે, પાપા અને મુન્ના બંનેને ખુબ બધો પ્રેમઅને સન્માન આપવા માટે ધન્યવાદ. ગર્વ અનુભવાયું. પંકજ ત્રિપાઠીએ આ તસવીર રીટ્વિટ કરી છે. દિવ્યેદુંને મિર્ઝાપુરમાં તેની પરફોર્મન્સ માટે ઍવોર્ડ મળ્યો
આ ઉપરાંત શેફાલી શાહ, અમોલ પરાશર, લિટલ થિગ્સનાં ધ્રુવ સહગલે પણ તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. અમોલ પરાશરને 'ત્રિપલિંગ 2' માટે ઍવોર્ડ મળ્યો. TVFની આ સીરીઝની બે સિઝન આવી ગઇ છે. અને બંને દર્શકોને પસંદ આવી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર