Home /News /entertainment /HBD Pankaj Tripathi: ક્યારેક એક રૂમમાં રહેતા હતાં પંકજ ત્રિપાઠી, આજે ગોવિંદા, જેકી શ્રોફનાં છે પાડોશી
HBD Pankaj Tripathi: ક્યારેક એક રૂમમાં રહેતા હતાં પંકજ ત્રિપાઠી, આજે ગોવિંદા, જેકી શ્રોફનાં છે પાડોશી
પંકજ ત્રિપાઠીનો જન્મ દિવસ
Happy Birthday Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)એ તેમનાં અત્યાર સુધીનાં કરિઅરમાં ઘણાં કિરદાર અદા કર્યાં છે. કોમેડીથી લઇ નેગેટિવ અને પોઝિટિવ દરેક પ્રકારનાં રોલ તેમણે અદા કર્યાં છે. આજે પંકજ ત્રિપાઠીનાં જન્મ દિવસે ચાલો જાણીયે તેમનાં સાથે જોડાયેલી અજાણી વાતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)ની ગણતરી આજે ઇન્ડસ્ટ્રીનાં સૌથી શ્રેષ્ઠ એક્ટર્સની લિસ્ટમાં થાય છે. આજે તઓ જે સ્થાન પર છે તેની પાછળ તેમની સ્ટ્રગલ અને મેહનતની કહાની ઘણી જ લાંબી છે. પંકજ ત્રિપાઠી (Happy Birthday Pankaj Tripathi) ઇન્ડસ્ટ્રીનાં તે સ્ટાર છે જે સ્ટારડમ છતાં હમેશાં જમીન સાથે જોડાયેલાં રહે છે. તેમનાં સ્ટ્રગલની કહાની સાંભળીને કોઇપણ વ્યક્તિ પોઝિટિવિટીથી ભરાઇ જાય. તેમણે તેમનાં અત્યાર સુધીનાં કરિઅરમાં ઘણાં કિરદાર અદા કર્યાં છે. કોમેડીથી લઇ નેગેટિવ અને પોઝિટિવ દરેક પ્રકારનાં રોલ તેમણે અદા કર્યાં છે. આજે પંકજ ત્રિપાઠીનાં જન્મ દિવસે ચાલો જાણીયે તેમનાં સાથે જોડાયેલી અજાણી વાતો.
આમ તો પંકજ ત્રિપાઠી લાંબા સમયથી ફિલ્મો કરે છે. પણ ગત કેટલાંક વર્ષથી તેમનાં સ્ટાર્સ બુલંદીઓ પર છે. તેમની ફિલ્મો સતત હિટ થઇ રહી છે. એટલું જ નહીં વેબ સીરીઝમાં પણ તેમણે તેમની અદાકારીનાં જલવા વિખેર્યા છે. તેમનાં કામનાં ખુબજ વખાણ થાય છે.
પંકજ ત્રિપાઠીની પાસે એક બાદ એક ઘણી ઓફર્સ છે. જે માટે તેમને સારી રકમ પણ મળી રહી છે. જોકે, આજે ભલે તે આટલાં મોટા સ્ટાર થઇ ગયા હોય પણ એખ સમય હતો જ્યારે તેઓ એક રૂમનાં ઘરમાં રહેતાં હતાં.
તેમણે 2019માં જ મુંબઇનાં પોશ વિસ્તાર ગણાતા મડ આયલેન્ડમાં એખ મોટું ઘર ખરીદ્યું હતું. આ ઘની તસવરો તેમણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બિહારનાં ગોપાલગંજનાં એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી તેઓ આવે છે અને આજે ઇન્ડસ્ટ્રીનાં ઉત્તમ સ્ટાર્સમાં તેની ગણતરી થાય છે. એક સમયે સામાન્ય ઘરમાં રહેનારા પંકજ ત્રિપાઠી આજે જેકી શ્રોફ, આમિર ખાન અને ગોવિંદા જેવાં સ્ટાર્સનાં પાડોશી છે.
પંકજ ત્રિપાઠીની પત્નીનું નામ મૃદુલા છે જેને તેઓ ખુબજ પ્રેમ કરે છે. તેઓ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની પત્નીની સાથે શાનદાર તસવીર શેર કરતાં રહે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમની પ્તની અને પ્રેમ અને જીવન સાથે જોડાયેલાં કિસ્સા શેર કર્યાં હતાં. જે બીજા માટે પ્રેરણાથી ઓછા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર