હેપ્પી બર્થ ડે પંકજ કપૂર: એક્ટિંગના શોખ માટે છોડી દીધુ એન્જિયરિંગ, જાણો તેમની અજાણી વાતો

PHOTO: sanahkapur15

પંકજ કપૂરનો જન્મ 29 મે 1954ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. એન્જિયરિંગમાં ટોપર રહેલા પંકજ કપૂરે એક્ટિંગ માટે તેમણે તેમનું કરિયર દાવ પર લગાવ્યું હતું. એક્ટિંગના શોખના કારણે તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 4 વર્ષ સુધી થિએટર કર્યું

  • Share this:
બોલીવુડ અભિનેતા પંકજ કપૂર તેમની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરની ગણતરી એક સારા અભિનેતા તરીકે કરવામાં આવે છે. પંકજ કપૂરનો આજે 67મો જન્મદિવસ છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં તેમણે તેમની ઓળખ બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા નવા લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘ગાંધી’થી તેમને પહેલો બ્રેક મળ્યો હતો, તે બાદથી તેઓ સતત આગળ વધતા રહ્યા. અહીં તમને આજે તેમના સ્પેશ્યલ દિવસે એવી ખાસ વાતો જણાવવામાં આવી છે જેના વિશે તમને ખબર નહીં હોય.

પંકજ કપૂરનો જન્મ 29 મે 1954ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. એન્જિયરિંગમાં ટોપર રહેલા પંકજ કપૂરે એક્ટિંગ માટે તેમણે તેમનું કરિયર દાવ પર લગાવ્યું હતું. એક્ટિંગના શોખના કારણે તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 4 વર્ષ સુધી થિએટર કર્યું. પંકજ કપૂરે ‘રાખ’, ‘ડૉકટર કી મોત’, ‘મકબૂલ’ જેવી ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ કરીને લોકોને હેરાન કરી દીધા હતા.

પંકજ કપૂરની પર્સનલ લાઈફમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમણે બે લગ્ન કર્યા છે. તેમણે પહેલા લગ્ન વર્ષ 1975માં નીલિમા અઝીમ સાથે કર્યા હતા. બોલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂર નીલિમા અઝીમ અને પંકજ કપૂરના પુત્ર છે. નીલિમા 16 વર્ષની હતી, ત્યારે પંકજ કપૂરને તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો. પંકજ કપૂર અને નીલિમા અઝીમનું દાંપત્ય જીવન લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. લગ્નના માત્ર 9 વર્ષ બાદ 1984માં પંકજ કપૂર અને નીલિમા અઝીમ અલગ થઈ ગયા.

ત્યારબાદ નીલિમા અઝીમે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા અને પંકજ કપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા. પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની મુલાકાત 1986માં થઈ હતી. પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકને એક દીકરી સનાહ કપૂર અને એક દીકરો રુહાન કપૂર છે. સનાહ કપૂર અને શાહિદ કપૂરે ફિલ્મ ‘શાનદાર’માં સાથે કામ કર્યું છે.

પંકજ કપૂર તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. ફિલ્મ ‘મકબૂલ’માં ‘જહાંગીર ખાન’નું જબરદસ્ત પાત્ર ભજવીને તેમણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેમનું આ પાત્ર આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. ફિલ્મ ‘ધર્મ’માં પંડિત, ‘એક ડૉકટરની મોત’માં ‘વૈજ્ઞાનિક’નું પાત્ર ભજવીને તેમણે સાબિત કર્યું કે તે કોઈપણ પાત્ર ભજવવા માટે તનતોડ મહેનત કરી શકે છે. આ ફિલ્મ માટે પંકજ કપૂરને નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
First published: