પાણીપત: સંજય દત્તનો ખતરનાક લૂક જોઇને રહી જશો દંગ

આ ફિલ્મમાં પાણીપતની ત્રીજી લડાઇ જોવા મળશે.

આ પોસ્ટરમાં માહિતી આપવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ રાજા અહેમદ શાહ અબ્દાલી છે.

 • Share this:
  દિગ્દર્શક આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાણીપત' આવતા મહિને રિલીઝ થશે. આ ફિલ્મ શરૂઆતથી જ ચર્ચામાં છે. ફિલ્મ અંગે ઉત્સુકતા છે. સોમવારે સંજય દત્તે તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી પાણીપતમાં તેના લૂકનું પોસ્ટર બહાર પાડ્યું હતું.

  આ સાથે જ આ પોસ્ટરમાં માહિતી આપવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર રાજા અહેમદ શાહ અબ્દાલીનું છે. આ ફિલ્મનું બીજું પોસ્ટર છે. આ પહેલા પોસ્ટરમાં યુદ્ધનો સીન હતો.

  આ ફિલ્મમાં અફઘાનના રાજા અહેમદ શાહ અબ્દાલી અને અર્જુન કપૂરના પાત્રમાં સદાશિવરાવ ભાઉની લડાઇ રજૂ કરવામાં આવશે.  ફિલ્મ 'પાણીપત'માં સંજય દત્ત ઉપરાંત અર્જુન કપૂર અને ક્રિતી સેનન પણ જોવા મળશે. 6 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં પાણીપતની ત્રીજી લડાઇ જોવા મળશે.'

  ક્રિતી સેનનનો લૂક  ક્રિતી સેનની કારકિર્દીની આ પહેલી પીરિયડ ડ્રામા ફિલ્મ છે. પરંપરાગત ઝવેરાત અને સાડીમાં અભિનેત્રીનો લૂક એકદમ સુંદર છે. પોસ્ટરમાં ક્રિતી સેનન પાર્વતી બાઇના પાત્રમાં જોવા મળી રહી છે. ક્રિતીએ આ ભૂમિકા માટે હોર્સ રાઇડિંગ પણ શીખી હતી. તે જોવા મળશે કે આ પાત્ર સ્ક્રીન પર કેવું રંગ જમાવે છે.
  Published by:Bhoomi Koyani
  First published: