Home /News /entertainment /

Remembering Birju Maharaj: ‘કાહે છેડ મોહે’થી લઇને ‘મોહે રંગ દો લાલ’ જેવા સુપરહિટ સોંગ કર્યા છે કોરિયોગ્રાફ, જુઓ Video

Remembering Birju Maharaj: ‘કાહે છેડ મોહે’થી લઇને ‘મોહે રંગ દો લાલ’ જેવા સુપરહિટ સોંગ કર્યા છે કોરિયોગ્રાફ, જુઓ Video

મોહે રંગ દો લાલ ગીતની કોરિયોગ્રાફી માટે બિરજૂ મહારાજને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

Pandit Birju Maharaj in Bollywood પંડિત બિરજુ મહારાજે પણ બોલિવૂડને ઘણા યાદગાર ગીતો આપ્યા છે.

Pandit Birju Maharaj Bollywood Songs: પંડિત બિરજુ મહારાજ (Pandit Birju Maharaj) તરીકે જાણીતા બ્રિજમોહન મિશ્રા (Brijmohan Mishra)ને કથક (Kathak)નો પર્યાય કહેવામાં આવે છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર (Padam Vibhushan Award) વિજેતા બિરજુ મહારાજે (Birju Maharaj Passed Away) 83 વર્ષની ઉંમરે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે.

પ્રખ્યાત કથક નૃત્યકાર જગન્નાથ મહારાજ જે અચ્છન મહારાજ તરીકે જાણીતા હતા, તેમના ઘરે બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ થયો હતો. બિરજુ મહારાજે માત્ર 7 વર્ષની વયે જ કથક પરફોર્મ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમને કથક પરીવારમાં વારસાગત મળ્યું છે, તેમના દાદાથી તેમના પિતાને અને ત્યાર બાદ બિરજુ મહારાજને. દિગ્ગજ કથક કલાકારે કહ્યું હતું કે, તેઓ તેમના પિતાના અવસાન પછી દિલ્હી આવી ગયા અને 13 વર્ષની ઉંમરે તેમના પરિવારને ટેકો આપવા માટે તેમણે કથક શીખવવાનું શરૂ કર્યું હતું.

ગ્વિન રોડ પરનું ઘર કે જ્યાં તેમણે અચ્છન મહારાજ અને તેમના કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજની દેખરેખ હેઠળ કથકની તાલીમ લીધી હતી તે હવે કથક મ્યુઝિયમ બની ગયું છે. "કાલકા-બિન્દાદિન કી દ્યોધી"નું નામ બિરજુ મહારાજના દાદા અને તેમના ભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમને લખનૌ ઘરાનાની સ્થાપનામાં અગ્રણી માનવામાં આવે છે. મુગલ-એ-આઝમ અને પાકીઝા જેવી ફિલ્મોમાં ડાન્સ તેના કાકા લચ્છુ મહારાજ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Birju Maharaj Passes Away: કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન, હાર્ટ એટેક આવતા લીધા અંતિમ શ્વાસ

પંડિત બિરજુ મહારાજે પણ બોલિવૂડને ઘણા યાદગાર ગીતો આપ્યા છે. કથક નૃત્યમાં તેમાં ઉમદા યોગદાન માટે બિરજૂ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. એટલું જ નહીં કાશી હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ તેમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. કથક ઉસ્તાદની યાદમાં અમે તમને તેમના દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા લોકપ્રિય ફિલ્મ ગીતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

બિરજૂ મહારાજે આપ્યા છે અનેક સુપરહિટ ગીતો

કથક સમ્રાટના અચાનક નિધનથી સંગીતપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાય છે. પરંતુ તેઓએ આ ફાની દુનિયાને અલવિદા કહેતા પહેલા બોલિવૂડના અનેક ગીતોને તેની દમદાગ કોરિયોગ્રાફીથી અમર કરી દીધા છે.

જેમાં ફિલ્મ દિલ તો પાગલ હેમાં માધુરી દિક્ષીતનો ઇન્સ્ટ્રૂમેન્ટલ ડાન્સ


ફિલ્મ ગદર-એક પ્રેમ કથામાં “આન મિલો સજના” ગીતનો ડાન્સ



ફિલ્મ દેવદાસમાં કાહે છેડ મોહે



ફિલ્મ વિશ્વરૂપમાં મે રાધા તુ શ્યામ



ફિલ્મ ડેઢ ઇશ્કિયામાં અપને કરાર મે,



ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં મોહે રંગ દો લાલ



આવા સુપરિટ સોન્ગની કોરિયાગ્રાફી બિરજૂ મહારાજે કરી છે, આપને જણાવી દઇએ કે, મોહે રંગ દો લાલ ગીતની કોરિયોગ્રાફી માટે બિરજૂ મહારાજને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Bollywood Celeb, દિપિકા પાદુકોણ, બોલિવૂડ, મનોરંજન, માધુરી દિક્ષિત

આગામી સમાચાર