Home /News /entertainment /પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'Last Film Show' આંતરરાષ્ટ્રીય સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ

પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'Last Film Show' આંતરરાષ્ટ્રીય સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ

સ્પેનિશમાં સંપૂર્ણ રીતે ડબ થયેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ 'Last Film Show' મચાવી રહી છે ધૂમ

Last Film show - Chhello Show એ સ્પેનિશમાં સંપૂર્ણ રીતે ડબ થયેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ભારતના સુંદર, કુદરતી લેન્ડસ્કેપમાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ ગુજરાતના હેરિટેજ ટુરિઝમને વૈશ્વિક નકશા પર મૂકશે. આ ફિલ્મમાં ગુજરાતના આદિવાસી સમુદાયના છ યુવાન છોકરાઓ છે

વધુ જુઓ ...
એવોર્ડ વિનર ફિલ્મ નિર્માતા પાન નલિન (Award-winning filmmaker Pan Nalin) ની ગુજરાતી ફિલ્મ (Gujarati Movie), લાસ્ટ ફિલ્મ શો ("છેલો શો"), (Last Film show - Chhello Show) જે ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ (Tribeca Film Festival) ના સ્પોટલાઈટ વિભાગમાં ડેબ્યૂ કરવામાં આવી હતી, તે આગામી સપ્તાહોમાં આંતરરાષ્ટ્રીય થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. 18 માર્ચે ભારત હોળીની ઉજવણી કરે છે, ત્યારે 'જુગાડ મોશન પિક્ચર્સ' અને 'મોન્સૂન ફિલ્મ્સ' દ્વારા નિર્મિત લાસ્ટ ફિલ્મ શો, સ્પેન (Spain) માં તેની થિયેટર રિલીઝ સાથે ગ્લોબલ હોરાઈઝ્નને રંગી દે છે. "લા અલ્ટિમા પેલિકુલા" તરીકે સમગ્ર સ્પેનમાં સિનેમાના પડદા પર લઈ જવાની તૈયારીમાં છે,

સ્પેનિશમાં સંપૂર્ણ રીતે ડબ થયેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ


લાસ્ટ ફિલ્મ શો એ સ્પેનિશમાં સંપૂર્ણ રીતે ડબ થયેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. જર્મની, ઇઝરાયેલ, તાઇવાન અને ટૂંક સમયમાં જ ભારત સહિત વિશ્વભરના વધુ સિનેમા થિયેટરોમાં ફિલ્મની રિલીઝની શરૂઆત માત્ર સ્પેનમાં લાસ્ટ ફિલ્મ શોની રજૂઆત દર્શાવે છે. આ ઈન્ડો-ફ્રેન્ચ સહ-નિર્માણ, જેનું પ્રતિનિધિત્વ ફ્રેન્ચ જાયન્ટ્સ, UGC અને ઓરેન્જ સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે, તેણે ટ્રિબેકા, સેમિન્સી, મિલ વેલી જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સફળતા મેળવીને વૈશ્વિક ફિલ્મ સર્કિટ પર પહેલેથી જ જબરદસ્ત પ્રશંસા મેળવી છે.

આ પણ વાંચો: TMKOC : જ્યારે તારક મહેતાના આ કલાકારો ફસાયા વિવાદમાં, જાણો કયા કારણોસર રહ્યા ચર્ચામાં

સૌરાષ્ટ્રના ગ્રામીણ યુવાનની આસપાસ ફરતી વાર્તા


લાસ્ટ ફિલ્મ શો એ સિનેમાના જાદુનો એક મધુર દેખાવ છે, જે ગુજરાતના સૌરાષ્ટ્રના એક દૂરના ગામડાના એક યુવાન છોકરાની નજરે કહેવામા આવ્યું છે. ફિલ્મ વિશે વાત કરતાં, પાન નલિન, જેઓ તેની ફિલ્મો, "સંસાર", "એન્ગ્રી ઈન્ડિયન ગોડેસીસ" અને "વેલી ઓફ ફ્લાવર્સ" માટે જાણીતા છે, કહે છે, "જ્યારે અમે ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે અમને ખબર ન હતી કે ફિલ્મ આ રીતે દુનિયાભરમાં જશે.પરિવાર અને મિત્રો સાથે મોટા પરદે આ ફિલ્મ નિહાળવી એ કોઈ ઉજવણીથી ઓછી નથી'

"ભારતની સિંગલ-સ્ક્રીન સંસ્કૃતિ અને 35mm સેલ્યુલોઇડ ફિલ્મનું ગાયબ થવું એ મોટાભાગે ધ લાસ્ટ ફિલ્મ શોની પૃષ્ઠભૂમિ છે. આ ફિલ્મ એવા સમયે રિલીઝ થાય છે જ્યારે વૈશ્વિક સ્તરે ફિલ્મ ઉદ્યોગ 35mm ફોર્મેટના મૃત્યુનો સાક્ષી બની રહ્યો છે. નવા ફોર્મેટ્સે આ માટે દરવાજા ખોલ્યા છે. જુગાડ મોશન પિક્ચર્સના સહ-સ્થાપક અને લાસ્ટ ફિલ્મ શોના નિર્માતા ધીર મોમાયા કહે છે કે વાર્તાકારો અને લાસ્ટ ફિલ્મ શો જેવી ફિલ્મોમાં ભાષાના તમામ અવરોધોને તોડીને વિશ્વભરના પ્રેક્ષકો સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતના હેરિટેજ ટુરિઝમને વૈશ્વિક નકશા પર મૂકશે ફિલ્મ


ભારતના સુંદર, કુદરતી લેન્ડસ્કેપમાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ ગુજરાતના હેરિટેજ ટુરિઝમને વૈશ્વિક નકશા પર મૂકશે. આ ફિલ્મમાં ગુજરાતના આદિવાસી સમુદાયના છ યુવાન છોકરાઓ છે. આ ફિલ્મ ભારતના સુંદર રેલ્વે સ્ટેશનો, સૌરાષ્ટ્રના પ્રાકૃતિક દ્રશ્યો, ગુજરાતના આકર્ષક તળાવો, સિંહો અને સાસણ ગીરના વન્યજીવો જેવા સુંદર દ્રશ્યો પર પણ પ્રકાશ ફેંકે છે, જેમાં લાંબા મનોહર વિસ્તારોનો સમાવેશ થાય છે જે રાજ્ય માટે અનન્ય છે.

આ પણ વાંચો: Nora Fatehi First Audition : નોરા ફતેહીનો 10 વર્ષ જૂનો VIDEO તમે જોયો? પોતાનું પ્રથમ ઓડિશન આપતી જોવા મળશે

જ્યારે ફિલ્મોનો જાદુ નવ વર્ષના સમયના હૃદયને જીતી લે છે, ત્યારે તે તેના 35 મીમીના સપનાને પૂરા કરવા  માટે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જાણવા  લેખક-દિગ્દર્શક પાન નલિનની આ શ્રેષ્ઠ ફિલ્મને એક વાર અચૂક જોવી જોઈએ
First published:

Tags: Entertainment news, Gujarati movie

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો