Palak Tiwari : પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટા અને બૂમરિંગમાં રેડ બિકીની તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. પલકે ફોટાઓ (Palak Tiwari Photos) શેર કરીને કેપ્શન આપ્યું છેકે, 'વિકેન્ડ ડમ્પ.
અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી (Palak Tiwari) સોશ્યલ મીડિયા (Social Media) પર તેની અનેક તસવીરો શેર કરતી રહે છે. તેના બોલ્ડ અંદાજના ફેન્સ પણ દિવાના છે. હાલમાં જ તે વિકેન્ડમાં મુંબઇની એક હોટલમાં રોકાઇ હતી. જ્યાં તેણે પુલમાં રેડ બિકીની (Palak Tiwari in Red Bikini)માં સનબાથ એન્જોય કરતી જોવા મળી હતી.
પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટા અને બૂમરિંગમાં રેડ બિકીની તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે. પલકે ફોટાઓ શેર કરીને કેપ્શન આપ્યું છેકે, 'વિકેન્ડ ડમ્પ. અનેક સ્વાદિષ્ઠ ફૂડ અને આરામ સાથે @stregismumbai ખાતે ખૂબ સારો ટાઇમ રહ્યો.' તસવીરોમાં પલક હોટેલમાં ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી હતી.
ઇબ્રાહિમ અલી ખાન સાથે ડેટિંગની ચર્ચા
હાલમાં જ પલક તિવારી અભિનેતા સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે મુંબઇની એક રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. આ પહેલી વખત હતું જ્યારે પલક અને ઇબ્રાહિમ બંને એક સાથે જોવા મળ્યા હોય. જ્યારે બંને રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા તો પલકે મીડિયાથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો અને ઇબ્રાહિમ સાથે તેની કારમાં બેસી ગઇ હતી. બંનેના ફોટાઓ સોશ્યલ મીડિયામાં આગની જેમ વાયરલ થયા હતા. નેટિજન્સમાં એવી પણ અફવાઓ ઉડી હતી કે બંને ડેટ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પલક તિવારી હાર્ડી સંધુના મ્યુઝિક વિડિયો બિજલી બિજલીમાં દેખાયા પછી રાતોરાત સ્ટાર ચહેરો બની ગઇ હતી. પલક તેની પ્રથમ ફિલ્મ રોઝી ધ સેફ્રોન ચેપ્ટરની રિલીઝની રાહ જોઈ રહી છે, જે એક હોરર થ્રિલર હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મ ગુરુગ્રામની એક BPO કંપનીમાં કર્મચારી રોઝી નામની મહિલાના અચાનક ગુમ થવાની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મ ડિસેમ્બર 2020માં પુણેમાં ફ્લોર પર ગઈ હતી.
બીજી તરફ, ઇબ્રાહિમ અલી ખાન હાલ કરન જોહરની આગામી ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટ કરી રહ્યો છે. ઇબ્રાહિમ અભિનેતા સૈફ અલી ખાન અને તેની પહેલા પત્ની અમૃતા સિંહનો પુત્ર છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર