પ્રિયંકા-દીપિકા વિશે પાક. એક્ટરે કરી કોમેન્ટ, ભારતીય યૂઝર્સે આપ્યો આવો જવાબ!

News18 Gujarati
Updated: August 20, 2019, 12:46 PM IST
પ્રિયંકા-દીપિકા વિશે પાક. એક્ટરે કરી કોમેન્ટ, ભારતીય યૂઝર્સે આપ્યો આવો જવાબ!
વકાર જકાનો ફાઇલ ફોટો

પાકિસ્તાની સેલિબ્રિટીએ કહ્યું પ્રિયંકા ચોપરા અને દિપીકા પાદુકોણને જોઇને તો ઊલટી થાય છે. તો ભારતીય યુઝર્સ કહ્યું ભલે પણ અમે ભિખારી તો નથી ને!

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 રદ થયા પછી પાકિસ્તાન હજી સુધી તે વાત પચાવી નથી શક્યું. પાકિસ્તાની વડાપ્રધાન આ વાતે નિવેદન આપે તે વાત તો હજી પણ સમજી શકાય એમ છે પણ હવે તો ત્યાંના એક્ટર પણ આ મામલે બોલી ફેમસ થવાનો પ્રયાસ કરે છે...કે જેટલી સસ્તી અને ફ્રીની પ્રસિદ્ધી મળી જાય! પાકિસ્તાની વીડિયો જોકી અને સોશિયલ એક્ટિવિસ્ટ વકાર જકા પણ આમાંથી જ એક છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે કે તે ભારતીય સેલિબ્રિટીના બિલબોર્ડ્સ પાકિસ્તાનથી હટાવે. સાથે જ વિવિધ બ્રાન્ડને પણ કહ્યું છે કે જો તમારે પાકિસ્તાનથી કમાણી કરવી હોય અને અહીં પોતાના પ્રોડક્ટર વહેંચવા હોય તો પાકિસ્તાની સેલિબ્રિટી અને પાકિસ્તાન સ્ટાર્સનો સહારો લે.જો કે તેમના આ વીડિયોમાં તેણે ભારતીય બોલીવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે દીપિકા અને પ્રિયંકાને મેં નજરે જોઇ છે અને નજરે જોઇને મને તો ખરેખરમાં ઊલટી આવે. વધુમાં તેણે કહ્યું કે આ ભારતીય સ્ટાર્સ કરતા તો પાકિસ્તાની સ્ટાર્સ લાખ દરજ્જે સુંદર છે.જો કે વકારની આ ટ્વિટ પછી ભારતીય યુઝર્સે પણ તેણે સણસણતા જવાબ આપવામાં પાછી પાની નહતી કરી. અને એક પછી એક યુઝર્સે તેને બરાબરના જવાબ આપ્યા હતા. એક યુઝર્સે તો કહ્યું કે એ તો સારું છે કે અમે ભિખારી તો નથી. સુંદરતા કરતા સ્વાભિમાન મહત્વની વાત છે
First published: August 20, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading