Home /News /entertainment /પાકિસ્તાની ગર્લ આયશાએ ડાન્સ વીડિયો વાયરલ થયા બાદ બતાવી 'મિડલ ફિંગર', સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

પાકિસ્તાની ગર્લ આયશાએ ડાન્સ વીડિયો વાયરલ થયા બાદ બતાવી 'મિડલ ફિંગર', સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

આયેશાની આ હરકત ફેન્સને પસંદ ન આવી

Ayesha Shows Middle Finger: રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગયેલી પાકિસ્તાની યુવતી આયેશાની નવી તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

    Pakistani Viral Girl Ayesha: આ દિવસોમાં એક યુવતીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પાડોશી દેશ પાકિસ્તાનની રહેવાસી આયેશાએ ભૂતકાળમાં પોતાના ડાન્સથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો હતો. આમ તો, તમે પણ આયેશાને લતા મંગેશકરના જૂના ગીત 'મેરા દિલ યે પુકારે આજા...'માં ડાન્સ કરતી જોઈ હશે અને તેનો ડાન્સ ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે.

    ફરી એકવાર આયેશાએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. જોકે આ વખતે કારણ કંઈક બીજું છે. હકીકતમાં પાકિસ્તાની યુવતી આયેશા હવે તેની નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ટ્રોલ થઈ રહી છે. હકીકતમાં, આ તસવીરોમાં આયેશા સિંહ મિડલ ફિંગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જે ફેન્સને પસંદ ન આવ્યું.

    આ પણ વાંચો :PHOTOS: ટીવીની આ 10 હસીનાઓએ ટૉપલેસ થઇને ઇન્ટરનેટ પર લગાવી આગ, એકે તો પાર કરી તમામ હદો

    આયેશાએ સોમવારે રાત્રે (28 નવેમ્બર) એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં તે મિડલ ફિંગર બતાવતી જોવા મળી રહી છે. જો કે, આયેશાએ આ કેમ પોસ્ટ કર્યું, તેણે તેનો ઉલ્લેખ કર્યો નથી. આ પોસ્ટ શેર કરતાં આયેશાએ લખ્યું, "એક્ઝેક્ટલી બ્રૉ" હેશટેગ #viralpost. આયેશાએ એકસાથે પોતાના છ ફોટા શેર કર્યા છે. આમાંથી ત્રણ ફોટામાં તે મિડલ ફિંગર બતાવી રહી છે.

    પાકિસ્તાની ગર્લ આયેશાની આ તસવીરો જોયા બાદ તેના ડાન્સના દિવાના ફેન્સ પણ દંગ રહી ગયા છે, જે બાદ લોકો તેના આ અંદાજ પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આયશા તેની આ પોસ્ટ માટે ટ્રોલ થઈ રહી છે. ઘણા લોકોએ લખ્યું છે કે ઘણા લોકોએ આયેશાના વીડિયોની મજાક ઉડાવી છે, કદાચ આયશાએ આ પોસ્ટ દ્વારા તે લોકોને જવાબ આપ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, 'આ ખૂબ જ લો લેવલની તસવીર છે.' અન્ય એક યુઝરે લખ્યું, "શું આવો ફોટો શેર કરવાથી તુ કૂલ દેખાઇશ?" એક યુઝરે લખ્યું, 'તુ પહેલા ખૂબ જ ભોળી લાગતી હતી પરંતુ હવે એવું બિલકુલ નથી લાગતું'.

    આ પણ વાંચો : ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખી

    જણાવી દઇએ કે આયેશા ઈન્સ્ટાગ્રામ ટોક પર વધુ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર આયેશાના લગભગ ત્રણ લાખ ફોલોઅર્સ છે. તેણે આ જ વીડિયોને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને તેને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આયેશાએ અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર 16 પોસ્ટ કરી છે.



    આયેશાએ પોતાની પ્રોફાઇલ પર ઘણી શાનદાર તસવીરો પણ પોસ્ટ કરી છે. પરંતુ તેની વિડીયો પોસ્ટ જોરદાર વાયરલ થઈ અને તેના ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો. આ વીડિયોમાં આયેશાએ લતાજીના ગીત મેરા દિલ યે પુકારે આજા પર સુંદર ડાન્સ કર્યો હતો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Latest viral video, Social Media Viral, Viral on social media, Viral videos

    विज्ञापन
    विज्ञापन