ગાયનું દૂધ વેચી રહ્યો છે પાકિસ્તાની 'તૈમૂર' અહમદ શાહ

આજકાલ પાકિસ્તાની 'તૈમૂર' વાયરલ થઇ રહ્યો છે

પાકિસ્તાનના નાનકડા ગામડામાં રહેનારો અહમદ શાહ, જે પઠાણ કા બચ્ચાના નામથી ફેમસ થયો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારતના તૈમૂરને તો બધા જાણે છે પરંતુ આજકાલ પાકિસ્તાની તૈમૂર વાયરલ થઇ રહ્યો છે. પાકિસ્તાનના નાનકડા ગામડામાં રહેનારો અહમદ શાહ, જે પઠાણ કા બચ્ચાના નામથી ફેમસ થયો છે. અહમદ ચાર વર્ષનો છે, જ્યારે તૈમૂર 2 વર્ષનો છે. તૈમૂરની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી જોવા મળે છે. આવી રીતે જ હાલ અહમદના નાના-નાના વીડિયોઝ ઇન્ટરનેટ પર ધમાલ ચમાવી રહ્યાં છે. અહમદ તેના એક સ્કૂલના વીડિયોને લીધે ફેમસ થયો હતો.

  અહમદનો પહેલો વીડિયો ત્યારે વાયરલ થયો હતો, જ્યારે તે સ્કૂલમાં તેની ટીચરને ધમકાવતો નજરે પડ્યો હતો. ટીચરે મસ્તી કરનાર અહમદની બેગ છીનવી લેતાં તે ગુસ્સે ભરાયો હતો. તેનો આ અંદાજ તેની ટીચરને ખૂબ પસંદ પડ્યો હતો. અહમદની ટીચરે તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે વાયરલ થયો હતો. આ વીડિયો બાદ અહમદ ફેસમ થઇ ગયો.


  અહમદ ભણવાનો પણ શોખ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તે દિવસમાં ચાર કલાક અભ્યાસ કરે છે. આ લોકપ્રિયતાને પગલે તેને એક મિલ્ક કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો મોકો મળ્યો છે. આ કંપની ગાયનું દૂધ વેચે છે. આ કંપની માટે અહમદ જાહેરાત કરતો જોવા મળશે.

  આ પણ વાંચો: આ અભિનેત્રીને બિકિનીમાં જોઇ ભડક્યાં લોકો, થઇ ટ્રોલ

  અહમદ શાહ સોશિયલ મીડિયામાં ઘણી ફેન ક્લબ ધરાવે છે. તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. અહમદની લોકપ્રિયતાને જોતાં તેને ઘણા શોઝ બોલાવી રહ્યાં છે, પરંતુ તેનો પરિવાર ઇચ્છે છે કે હાલ તે અભ્યાસ કરે.
  Published by:Azhar Patangwala
  First published: