માહિરા ખાનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પોસ્ટ શેર કરી કહી આ વાત

માહિરા ખાનનો કોરોના રિપોર્ટ  આવ્યો પોઝિટિવ, પોસ્ટ શેર કરી કહી આ વાત
માહિરા ખાન, પાકિસ્તાની એક્ટ્રેસ

માહિરા ખાન (Mahira Khan)એ રવિવારનાં કહ્યું કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે કોરોના પોઝિટિવ આવ્યાં બાદ પોતાને આઇસોલેશનમાં રાખી લીધી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન (Mahira Khan)નો રવિવારનાં કહ્યું કે તેણે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છએ. તે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેશનમાં છે. 35 વર્ષિય માહિરા 'હમસફર' અને 'સદકે તુમ્હારે' જેવા શો અને 'બોલ' અને 'બિન રોયે' જેવી ફિલ્મોમાં લોકપ્રિય છે. માહિરાએ પોતે આ વાતની જાણકારી તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી છે. તેણે કહ્યું કે, હવે COVID-19નો ઇલાજ ચાલુ છે. અને તે જલ્દી જ ઠીક થશે તેવી તેને આશા છે.

    માહિરાએ કહ્યું કે, આ જલ્દી જ ઠીક થઇ જશે.- તેણે કહ્યું કે, 'મે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. હું અલગ થલગ છુ અને તે તમામ લોકોને પણ સૂચિત કર્યું છે જે છેલ્લા કેટલાંક દિવસોમાં મારી નિકટ સંપર્કમાં હતાં. આ વાત ઘણી અઘરી છે. પણ આ જલ્દી જ ઠીક થઇ જશે. ઇન્શાલ્લાહ' આ સાથે જ માહિરાએ તેને માસ્ક પહેરવાની અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની માહિતી આપી છે.


    View this post on Instagram

    A post shared by Mahira Khan (@mahirahkhan)
    તેણે હાલમાં જ તેની આગામી ફિલ્મ 'નીલોફર'નું શૂટિંગ લાહોરમાં પૂર્ણ કર્યુ છે. આ દ્વારા માહિરાખાને 'હમસફર'નાં સહ-કલાકાર ફવાદ ખાનની સાથે ફરી એક વખત નજર આવશે. માહિરાએ ખાન વર્ષ 2017માં એક્શન થ્રિલર ફિલ્મ 'રઇસ'માં સુપર સ્ટાર શાહરૂખ ખાન સાથે નજર આવી છે.
    Published by:Margi Pandya
    First published:December 13, 2020, 19:01 pm

    ટૉપ ન્યૂઝ