Home /News /entertainment /OMG!સાનિયા સાથે છૂટાછેડા લઇને પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા સાથે લગ્ન કરશે શોએબ મલિક? ચર્ચામાં છે આ સ્ક્રીનશોટ
OMG!સાનિયા સાથે છૂટાછેડા લઇને પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા સાથે લગ્ન કરશે શોએબ મલિક? ચર્ચામાં છે આ સ્ક્રીનશોટ
પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમર અને શોએબ મલિકના અફેર-લગ્નની અફવાઓ ચાલી રહી છે
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર વચ્ચે પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમરે સ્પષ્ટતા આપી છે. જાણો ક્રિકેટર સાથેના લગ્નની અફવાઓ અંગે એક્ટ્રેસે શું કહ્યું.
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારની ચર્ચા છે. સાનિયા અને શોએબના સંબંધોમાં તણાવનું કારણ પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમરને જણાવવામાં આવી રહ્યું છે.
એવી અફવા છે કે આયેશા અને શોએબે લગ્ન કરી લીધા છે. આ કારણે સાનિયા-શોએબનું લગ્નજીવન બરબાદ થઈ રહ્યું છે. આયેશાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. છૂટાછેડાની અટકળો વચ્ચે આયેશાએ પોતાના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી છે.
પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમરે આવા રિપોર્ટ પર પોતાનું મૌન તોડતા આવા તમામ રિપોર્ટ્સને પાયાવિહોણા ગણાવ્યા છે. અફેરના સમાચારને નકારતા આયેશાએ કહ્યું છે કે તે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક બંનેનું ખૂબ સન્માન કરે છે. આયેશાએ એમ પણ કહ્યું છે કે શોએબ સાથે લગ્ન કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.
આયેશાએ કહ્યું, હું બંનેનું ખૂબ સન્માન કરું છું
ગયા મહિને અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવા સમાચાર આવ્યા હતા કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે અલગ થવાનો નિર્ણય લીધો છે. દરમિયાન અફવા ફેલાઈ હતી કે શોએબ આયેશા સાથે લગ્ન કરશે. તાજેતરમાં, એક ફેને આયેશાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી અને પૂછ્યું, 'શું તમારા બંનેનો લગ્નનો પ્લાન છે?' આના પર આયેશાએ જવાબ આપ્યો હતો, 'ના. બિલકુલ નથી. તે પરિણીત છે અને તે તેની પત્ની સાથે ખૂબ જ ખુશ છે. હું બંનેનું ખૂબ સન્માન કરું છું. શોએબ અને હું એકબીજાના સારા મિત્રો અને શુભચિંતકો છીએ. ખૂબ માન આપીએ છીએ. દુનિયામાં લોકોના આવા પણ સંબંધો હોય છે.
છૂટાછેડાની અફવાઓ હોવા છતાં, શોએબ મલિકે સાનિયા મિર્ઝાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, આ બધી અફવાઓ વચ્ચે, OTT પ્લેટફોર્મ Urduflix એ Instagram પર જાહેરાત કરી છે કે સાનિયા અને શોએબ તેમના શો 'ધ મિર્ઝા મલિક શો' સાથે આવી રહ્યા છે. જણાવી દઇએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. બંને દુબઈમાં રહે છે અને વર્ષ 2018માં એક પુત્રના માતા-પિતા બન્યા હતા.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર