પુલવામા હુમલો : પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, બોલિવૂડમાં નહીં મળે કામ

News18 Gujarati
Updated: February 18, 2019, 4:30 PM IST
પુલવામા હુમલો : પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, બોલિવૂડમાં નહીં મળે કામ
પાકિસ્તાની કલાકારો

આ મામલે સિનેમા એસોસિએશન એક મોટું પગલું ભરતા પાકિસ્તાની એક્ટર્સ અને આર્ટિસ્ટ્સ પર સંપર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં દેશના 40 જવાન શહીદ થયા છે. જે બાદમાં દેશના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. આ વાતને લઈને બોલિવૂડમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. બોલિવૂડના તમામ કલાકારોએ શહીદો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા હુમલાની નિંદા કરી છે. આ મામલે સિનેમા એસોસિએશન એક મોટું પગલું ભરતા પાકિસ્તાની એક્ટર્સ અને આર્ટિસ્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી રોનક સુરેશ જૈને જાણકારી આપતા જણાવ્યું કે આપણા બધા માટે દેશ પ્રથમ છે, અમે બધા દેશની પડખે ઉભા છીએ. તેમણે એક લેખિત નિવેદન જાહેર કરતા જણાવ્યું કે એસોસિએશન તરફથી પાકિસ્તાની એક્ટર્સ અને આર્ટિસ્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે આ પછી પણ જો કોઈ પાકિસ્તાની એક્ટર્સ સાથે કામ કરવાનો પ્રયાસ કરશે તો એસોસિએશન તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા રોઝ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયઝે પુલવામા હુમલાના વિરોધમાં બેથી ચાર વાગ્યા સુધી બંધ રાખ્યું હતું. આ દિવસને કાળા દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પ્રદર્શન દરમિયાન શહીદો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરવામાં આવી હતી, તેમજ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયઝે પાકિસ્તાની આર્ટિસ્ટ્સને બોલિવૂડ તેમજ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સંપૂર્ણ રીતે બેન કરવાની માંગ કરી હતી. આ પ્રદર્શનમાં પાકિસ્તાન સામે જોરદાર નારેબાજી થઈ હતી.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયઝના અધ્યક્ષ અશોક પંડિતે આ પ્રદર્શનનો એક વીડિયો ટ્વિટ કરતા લખ્યું હતું કે, ફેડરેશન ઓફ ઇન્ડિયા સિને એમ્પ્લ્યોઝે (FWICE) પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે એકતાના દર્શન કરાવવાની શરૂઆત કરી છે."
First published: February 18, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading