Home /News /entertainment /

નાપાક પાકિસ્તાન : ફિલ્મમાં આઇટમ સૉગ કરી ભારતને કર્યું બદનામ

નાપાક પાકિસ્તાન : ફિલ્મમાં આઇટમ સૉગ કરી ભારતને કર્યું બદનામ

પાકિસ્તાની અભિનેત્રી

"હું હેરાન છું કે આઇએસપીઆરની આ રજૂઆત છે. શું આ ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન છે?" : ફાતિમા અલી

    પાકિસ્તાન સેના (Pakistani Army) ફરી એકવાર નાપાક કામ કરી ભારત (India) ને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન (Pakistan) આ વખતે ભારતને બદનામ કરવા માટે ફિલ્મોનો સહારો લીધો છે. ખબર છે કે પાકિસ્તાનની એક ફિલ્મે સેનાના દબાવમાં આવીને એક આઇટમ સોગ રાખ્યું છે. આ આઇટમ સોગમાં અનેક વાર ભારત વિષે કહેવામાં આવ્યું છે. આ આઇટમ નંબરને લઇને હવે વિવાદ વધી રહ્યો છે.

    જો કે વિવાદ વધત ફિલ્મમાં આઇટમ નંબર કરનારી અભિનેત્રી નીલમ મુનીર ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જિંદગીમાં પહેલી વાર અને છેલ્લી વાર આઇટમ નંબર કરી રહી છું, કારણ કે સેનાએ આ માટે કહ્યું હતું. આ ગીતમાં બોલિવૂડની ઝલક સાફ નજરે પડે છે. ગીતના શબ્દોમાં ભારતનું નામ પણ છે. જો કે સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાની આર્મીને તેની આ વાતના કારણે સંભળાવી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે હવે જો સેનાની પરેડ થશે તો તેમાં પણ આઇટમ નંબર નજર આવશે.

    નીલમ મુનીર પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી છે. પાકિસ્તાની આર્મીએ પોતાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન એટલે કે આઇએસપીઆરના બેનર હેઠળ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. 'કાફ કંગના' તેની હાલની ફિલ્મ છે. ગીત ખુબ જ અશ્લીલ છે અને તેના શબ્દો પણ દ્રિઅર્થી છે. પાકિસ્તાની સોશિયલ મીડિયાના યુઝર્સ પણ આ વાતથી નારાજ છે. નીલમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું છે કે મેં આ આઇટમ નંબર આઇએસપીઆરના કહેવા પર કર્યું છે. આ મારી જિંદગીનું પહેલું અને છેલ્લુ આઇટમ નંબર છે.

    પાકિસ્તાની અભિનેત્રી


    ઉમર સલીમ નામના એક પાકિસ્તાની યુઝર્સે નીલમની પોસ્ટ શેર કરી છે. અને કેપ્શનમાં લખ્યું છે કે છેવટે આઇએસપીઆર આ રીતે મનોરંજન ઉપલબ્ધ કરાવે છે. હવે તે દિવસ દૂર નથી કે આર્મી પરેડમાં પણ આઇટમ નંબર નજરે પડે. મેજર નીલમ મુનીર ખાનને તેમની સેવાઓ માટે સિતારા-એ-એન્ટરટેનમેન્ટ મળવું જોઇએ. ઉમરના આ ટ્વિટને અનેક લોકોએ શેર કર્યું છે. ફાતિમા અલીએ પણ સેના પર તંજ કસતા કહ્યું છે કે હું હેરાન છું કે આઇએસપીઆરની આ રજૂઆત છે. શું આ ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન છે?
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन