ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડનાં ટોપ સિંગર મીકા સિંહે પાકિસ્તાનનાં કરાંચીમાં એક પરફોર્મન્સ આપી હતી. જ્યાં એક તરફ 370 કલમ હટવા પર અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારત સાથેનાં તમામ વ્યવહાર બંધ કર્યા છે ત્યારે મીકા ત્યાં પરફોર્મન્સ આપવા ગયો હતો. જે બાદ તેનો વીડિયો વાયરલ થતા તેનાં વિરુદ્ધ ઘણી ટિપ્પણીઓ થઇ હતી. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે જણાવ્યું કે, પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનાં એક સંબંધીને ત્યાં મીકાએ પરફોર્મન્સ આપ્યુ હતું.
હવે આ જ મામલે વધુ માહિતી સામે આવી છે. મીકાનું પરફોર્મન્સ જોવા ભારતનાં મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો પરિવાર પણ હાજર હતો. તો પાકિસ્તાનની સિક્રેટ એજન્સી ISIનો ટોપનો ઓફિસર પણ તેમાં શામેલ હતો. કરાંચીનાં એક અખબારમાં આવેલાં રિપોર્ટ મુજબ મુશર્રફનાં એક સંબંધી પ્રધાનમંત્રી ઇમરાનની નજીક છે અને તેને કારણે મીકા અને તેનાં 14 મેમ્બર્સની ટીમને વિઝા અપાવવામાં તે સફળ રહ્યાં હતાં.
8 ઓગષ્ટે હતો પ્રોગ્રામ- 8 ઓગષ્ટનાં પાકિસ્તાનનાં કરાંચીમાં આ કાર્યક્રમ હતો. જ્યારે પાકિસ્તાન સરકારે કોઇપણ ભારતીય કલાકાર કે ફિલ્મી હસ્તીઓનાં પ્રદર્શન પર રોક લગાવી હતી.
Happy that Indian singer Mika Singh performed at the mehndi of Gen Musharraf's relative recently in Karachi. God for bid if it was Nawaz Sharif's relative it would be raining ghadari k hashtag already. pic.twitter.com/IVfE5hETiz
પાકિસ્તાની પત્રકારે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ઉચ્ચ પદાધીકારીઓ, સેના અને પોલીસનાં અધિકારીઓ અને મિયાંદાદ ઉપરાંત સ્ટાર ક્રિકેટર્સનો પરિવાર પણ હાજર હતો.
આ પહેલાં પણ પરફોર્મન્સ આપી ચુક્યો છે મીકા મીકા પહેલાં પણ બોલિવૂડ કલાકાર પાકિસ્તાન જઇને કાર્યક્રમ કરતાં રહ્યાં છે. જાવેદ અખ્તરથી લઇને ગુલઝાર સુધી ઘણી વખત પાકિસ્તાન જઇ ચુક્યા છે. પણ હાલમાં જ્યારે બંને દેશ વચ્ચે અશાંત માહોલ છે ત્યારે બંને દેશો દ્વારા તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે સ્ટાર્સ સામે ચાલીને તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દે છે.
મીકા થયો ટ્રોલ આવા સમયે જ્યારે પાકિસ્તાની વ્યક્તિનાં લગ્નમાં પરફોર્મ્સ આપવાં મીકા ગયો હતો તો તેની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઇ રહી છે. અને ટ્રોલર્સે તેને ઘણી ગાળો ભાંડી છે. તેઓએ તેને ગદ્દાર કહ્યો છે.. તો કોઇએ તેને શરમ કરો કહ્યું છે... પૈસા માટે આ સ્ટાર્સ કંઇપણ કરી શકે છે. તેવી પણ કમેન્ટ કોઇએ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર