પાકિસ્તાનમાં બચ્ચન અને માધુરી દિક્ષીત કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર!

News18 Gujarati
Updated: July 24, 2018, 12:37 PM IST
પાકિસ્તાનમાં બચ્ચન અને માધુરી દિક્ષીત કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર!
News18 Gujarati
Updated: July 24, 2018, 12:37 PM IST
પાકિસ્તાન બોલિવુડ પાછળ કેટલું પાગલ છે, તેને અંદાજો અત્યારે ચાલી રહેલા ચૂંટણી પ્રચારથી લગાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આવતી કાલે એટલે કે 25 જુલાઈએ ચૂંટણી છે. એવામાં નેતાઓ ચૂંટણી પ્રચારમાં કોઈ અછત નથી છોડી રહ્યા. તે લોકોને આકર્ષવા માટે દરેક પ્રકારની કોશિસ કરી રહ્યા છે. આ કોશિસ હેઠળ ચૂંટણી પ્રચાર માટે હવે બોલિવુડના કલાકારનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મુલ્તાનથી ચૂંટણી લડી રહેલા પીટીઆઈના ઉમેદવાર સરદાર અબ્બાસ ડોગરે એક તસવીર જાહેર કરી છે, જેમાં તેમની સાથે એક બાજુ અમિતાભ બચ્ચન છે તો બીજી તરફ માધુરી દિક્ષીત જોવા મળી રહી છે. ડોગરે ચૂંટણી પ્રચાર હેઠળ આ તસવીર જાહેર કરી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરને શેર કરી મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

પાકિસ્તાનના એક વ્યક્તિએ આ તસવીર શેર કરી લખ્યું છે કે, ઓહ ખેર... 'સરદાર ડોગર, આપ પર સરદાર બચ્ચન અને સરદારની દિક્ષીત કુરબાન'


Loading...



આ બાજુ એક વકિલે આ પોસ્ટને રી-ટ્વીટ કરી લખ્યું છે કે, 'અમિતાભ બચ્ચન તમે પણ માધુરી દિક્ષીત સાથે પીટીઆઈ તરફથી ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છો.'



ત્યારબાદ કેટલાએ લોકોએ આ તસવીર શેર કરી, જાતભાતની મજેદાર કોમેન્ટ્સો કરી.





First published: July 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...