વીણા મલિકના વીડિયો પર ભારતીયોએ કહ્યું- લાહોર, કરાચી પણ લઈ લઈશું

News18 Gujarati
Updated: August 15, 2019, 3:29 PM IST
વીણા મલિકના વીડિયો પર ભારતીયોએ કહ્યું- લાહોર, કરાચી પણ લઈ લઈશું
વીણા મલિક (ફાઇલ તસવીર)

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે (Veena Malik) કાશ્મીરને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાન તરફથી સતત બેજવાદબાર નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર વિવાદિત નિવેદનો કરતી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે કાશ્મીરને લઈને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વીણા પાકિસ્તાન ઝિંદાબાદ અને કાશ્મીર બનશે પાકિસ્તાનના નારા લગાવી રહી છે. વીણા મલિકના આવા વીડિયો પછી ભારતના સોશિયલ મીડિયા વાપરનારા લોકો ગુસ્સે ભરાયા છે અને વીણા મલિકને આડેહાથ લીધી છે.

વીણા મલિકના આવા નારા પર કોમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે, આ કાશ્મીરમાં પડી છે, હજી તો લાહોર પણ લેવાનું છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે, કાશ્મીરની ઇચ્છા રાખશો તો કરાચી પણ લઈ લઈશું. આખરે હિન્દુસ્તાનમાંથી જ પાકિસ્તાન પેદા થયું છે. અમારો દીકરો છે. એક યૂઝરે લખ્યું કે, યુદ્ધ તો તેઓ જીતી નથી શકતા અને કાશ્મીરની વાત કરી રહ્યાં છે.
 View this post on Instagram
 

#Repost @behtareenpk • • • • • • Kashmir Baneyga Pakistan 🇵🇰 #VeenaMalik #Pakistan #Kashmir


A post shared by VEENA MALIK (@theveenamalik) on
એક યૂઝરે લખ્યું કે, "દૂધ માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો ચીર દેંગે." એક વ્યક્તિએ લખ્યું- "તારું સપનું હંમેશા સપનું જ રહેશે. ભારતના પૈસાથી તારું ઘર ચાલે છે. યાદ છે ને ભુખ્ખડ."


ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વીણા મલિક ભારતને લઈને વિવિધ ટિપ્પણી કરી ચુકી છે, જે બદલ તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ચુકી છે. તાજેતરમાં કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A હટાવ્યા પહેલા ત્યાં થઈ રહેલી ગતિવિધિને લઈને વીણાએ ટ્વિટ કર્યું હતું. વીણાએ ભારતીયો પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું કે, To The Indian Brutality In Kashmir. #IndianarmyinKashmir #indianArmy.
વીણા મલિકની આ ટ્વિટની ખૂબ ટીકા થઈ હતી. બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીએ વીણા મલિકને ભીખારી કહી દીધી હતી.
First published: August 15, 2019
વધુ વાંચો
अगली ख़बर