પાક. યુવતી પ્રિયંકા પર ભડકી, પીસીએ આપ્યો જડબાતોડ જવાબ

News18 Gujarati
Updated: August 11, 2019, 5:12 PM IST
પાક. યુવતી પ્રિયંકા પર ભડકી, પીસીએ આપ્યો જડબાતોડ જવાબ
યુવતી પ્રિયંકા પર એ વાત માટે ભડકી રહી હતી કે તેણે માર્ચ મહિનામાં એક ટ્વીટ કર્યું હતું. જેમા તેને ભારતીય સેનાના વખાણ કર્યા હતા

યુવતી પ્રિયંકા પર એ વાત માટે ભડકી રહી હતી કે તેણે માર્ચ મહિનામાં એક ટ્વીટ કર્યું હતું. જેમા તેને ભારતીય સેનાના વખાણ કર્યા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ સ્ટાર્સ ઘણી વખત જ્યારે પબ્લિક ઇન્ટરવ્યું આપતા હોય ત્યારે કફોડી પરિસ્થિતિમાં મુકાઇ જાય છે. આવું જ કંઇક બોલિવૂડ હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે થયું. પ્રિંયકાએ શનિવારે બપોરે લોસ એન્જલસમાં બ્યૂટિકોલ શોમાં હાજરી આપી હતી ત્યાં તેની સાથે એવી જ ઘટના ઘટી. એક પાકિસ્તાની યુવતીએ ઇવેન્ટ દરમિાયન પ્રિયંકા ચોપરા પર સવાલ ઉઠાવ્યાં હતાં. જોકે આ પરિસ્થિતિને પ્રિયંકાએ ખુબજ સુંદર રીતે સંભાળી હતી.

યુવતી પ્રિયંકા પર એ વાત માટે ભડકી રહી હતી કે તેણે માર્ચ મહિનામાં એક ટ્વીટ કર્યું હતું. જેમા તેને ભારતીય સેનાના વખાણ કર્યા હતા. યુવતીએ પ્રિયંકાને યુનાઇટેડ નેશન્સ ગુડવિલ એમ્બેસેડર હોવું અને આ આવી ટ્વીટ કરવા બદલ સવાલ ઉઠાવ્યો હતો. માર્ચ મહિનામાં જ્યારે સેનાએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે પ્રિયંકાએ ટ્વિટ કરીને સેનાનો જુસ્સો વધાર્યો હતો. પ્રિયંકાએ તેના ટ્વીટમાં માત્ર એટલું લખ્યું હતું, ‘જય હિંદ (ભારત અમર રહે) #IndianArmedForces.’

યુવતીએ આ ટ્વિટ માટે કહ્યું કે, ‘તમે શાંતિ કાયમ રાખવા માટે યુનાઇટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર છો. તમે પાકિસ્તાનમાં ન્યૂક્લિયર વોરને ભડકાવી રહ્યા છો. તમે કોઇ પણ રીતે તેમા ન હોવું જોઇએ. એક પાકિસ્તાની તરીકે મારા જેવા લાખો લોકો તમને પસંદ કરે છે અને તેઓ તમારા બિઝનેસમાં પણ સપોર્ટ કરે છે.’ યુવતી વચ્ચે ચૂપ થઇ જાય છે અને આ આ સમયે પ્રિયંકા ચોપરા કહે છે કે, તુ પહેલાં બોલી લે.. હું સાંભળી રહી છું.યુવતીની વાત પૂર્ણ થયા બાદ પ્રિયંકાએ તેને શાંતીથી જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ જવાબ આપતા કહ્યું કે, મારા ઘણા મિત્રો પાકિસ્તાની છે અને હું ભારતથી છું. યુદ્ધ એ ઉપાય નથી. જેને હું ખૂબ પસંદ કરું. પરંતુ હું એક રાષ્ટ્રભક્ત છું. જેથી હું માફી માંગવા માંગુ છું. જો મેં એ લોકોની ભાવનાઓને દુખી કરી. જે મને પ્રેમ કરે છે. જેમણે મને પ્રેમ કર્યો છે.

પ્રિયંકાએ કહ્યું, મને લાગે છે કે આપણી દરેક પાસે એક મિડિલ ગ્રાઉન્ડ હોય છે. જેની પર આપણે દરેક લોકોએ ચાલવું જોઇએ.. ઠીક એ રીતે જેમ તું હમણા મારી પર ભડકી… યુવતી, તું ભડકીશ નહીં. આપણે અહીં પ્રેમ માટે ભેગા થયા છીએ.. આ ઇવેન્ચમાં બેવોચ સ્ટારે સિસ્ટરહુડ અંગે વાત કરી છે અને કહ્યું, આપણે એક બીજા માટે જેટલી વધારે તક પેદા કરીશું એટલું જ સિસ્ટરહુડ આવી જશે.
First published: August 11, 2019, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading